Pics : કેલીની આંગળીએ ડેવિડની વીંટી, ટુંકમાં જ કરશે લગ્ન!
ન્યુયૉર્ક, 26 માર્ચ : હૉલીવુડ સ્ટાર કેલી બ્રુક તાજેતરમાં ફ્લોરિડા ખાતે પોતાના બૉયફ્રેન્ડ ડેવિડ મૅકિન્ટોશ સાથે દરિયા કિનારે મસ્તી કરી ન્યુયૉર્ક પરત ફર્યાં છે. કેલી બ્રુક ન્યુયૉર્ક પરત ફર્યાં, પણ ડેવિડ તેમની સાથે નહોતાં. જોકે કેલીના હાથની આંગળીએ વેડિંગ રિંગ હતી કે જેનાથી સ્પષ્ટ થાય છે કે બંને ટુંક સમયમાં જ પરણી જશે.
કેલી બ્રુકે તાજેતરમાં જ પુષ્ટિ કરી હતી કે ડેવિડ મૅકિન્ટોશ સાથે માત્ર બાર અઠવાડિયાના ડેટિંગ છતાં તેઓ લગ્ન માટે તૈયાર છે. કહે છે કે કેલી લંડનના એક ફ્લૅટમાં શિફ્ટ થઈ ગયા છે. હવે બંને સાથે પણ રહે છે. કેલી બ્રુક 1997માં અઢાર વર્ષની આયુમાં એમટીવી, ગ્રેનેડા ટેલીવિઝન તથા ધ ટ્રબલ ટીવી ચૅનલમાં યુવાઓ માટેના કાર્યક્રમો રજૂ કર્યા હતાં.
કેલી બ્રુક અને ડેવિડ મૅકિન્ટોશે તાજેતરમાં જ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી ફ્લોરિડા બીચ ઉપર મસ્તી કરી હતી :

બીચ ઉપર મસ્તી
કેલી બ્રુક અને ડેવિડ મૅકિન્ટોશે તાજેતરમાં જ ફ્લોરિડા બીચ ઉપર ખૂબ મસ્તી કરી હતી.

બિકિની પહેરી આગ લગાડી
ફ્લોરિડા બીચ ઉપર કેલી બ્રુકે બિકિની પહેરી આગ લગાડી દીધી હતી.

બાર અઠવાડિયાની ડેટિંગ
કેલી બ્રુક બાર અઠવાડિયાથી ડેવિડ મૅકિન્ટોશ સાથે ડેટિંગ કરતા હતાં.

લગ્ન માટે તૈયાર
કેલી બ્રુકે આ બાબતની પુષ્ટિ કરી છે કે બાર અઠવાડિયાની ડેટિંગ બાદ તેઓ હવે ડેવિડ સાથે લગ્ન માટે તૈયાર છે.

કેલીના હાથે વેડિંગ રિંગ
ફ્લોરિડા બીચ ઉપર ડેવિડ સાથે મસ્તી કર્યા બાદ ન્યુયૉર્ક આવેલા કેલી બ્રુકના હાથની આંગળીએ ડેવિડની વેડિંગ રિંગ જોવા મળી હતી કે જેથી સ્પષ્ટ છે કે ટુંકમાં જ બંને પરણી જશે.












Click it and Unblock the Notifications
