કૅન્સ માટે પતિ તરફથી કોઈ ટિપ્સ નથી મળી : કિડમૅન
લૉસ એંજલ્સ, 17 મે : હૉલીવુડ અભિનેત્રી નિકોલ કિડમૅનનો 66માં કૅન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના નિર્ણાયક મંડળમાં સમાવેશ થયો છે અને તેમનું કહેવું છે કે તેમની આ ભૂમિકામાં મદદ માટે તેમના પતિએ કોઈ સલાહ આપી નથી.

મળતી માહિતી મુજબ 45 વર્ષીય કિડમૅન સ્ટિવન સ્પિલબર્ગના નેતૃત્વ હેઠળના સ્ટાર્સથી સુસજ્જ નિર્ણાયક મંડળનો ભાગ બન્યાં છે. તેમણે સ્વીકાર્યું છે કે તેઓ આ નવી ભૂમિકાના છેલ્લા તબક્કામાં તેનાથી જોડાયાં, કારણ કે અમેરિકન આઇડલમાં નિર્ણાયકનો અનુભવ પામનાર તેમના પતિ અર્બને તેમને કોઈ સલાહ ન આપી.
નિકોલ કિડમૅને જણાવ્યું - તેમણે મને કોઈ સલાહ ન આપી. જોકે મારા પતિ મને નૈતિક બળ આપવા માટે ફ્રાંસ આવશે.












Click it and Unblock the Notifications
