કૅન્યે સાથે લગ્ન અંગે વાત નથી કરવા માંગતાં કિમ
મુંબઈ, 26 એપ્રિલ : સોશિયલાઇટ કિમ કાર્દશિયન પુરુષ મિત્ર કૅન્યે વેસ્ટ સાથે પોતાના લગ્ન અંગે કોઈ પણ પ્રકારની વાત કરવા નથી માંગતાં.

32 વર્ષીય કિમ કાર્દશિયનની તાજેતરમાં જ પતિ ક્રિસ હમ્ફીઝ સાથે તલાક અંગે સમજૂતી થઈ છે. તેઓ જુલાઈમાં પોતાના બાળકને જન્મ આપનાર છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ ડિલીવરી પહેલા લગ્ન કરશે કે પછી.
વેબસાઇટ રાડારઑનલાઇન.કૉમના જણાવ્યા મુજબ - કિમ આ અંગે પૂર્ણત્વે મૌન છે કે તેઓ અને કૅન્યે બાળકના જન્મ પહેલા લગ્ન કરશે કે પછી. અહીં સુધી કે જે લોકો તેમનીખૂબ નજીક છે, તેઓને પણ નથી ખબર કે કિમ-કૅન્યેએ શું નક્કી કર્યું છે.












Click it and Unblock the Notifications
