ગ્લૅમરની દુનિયાથી દૂર એકલા રહેવા માંગે છે લિંડસે લોહાન
ન્યુયૉર્ક, 8 ઑગસ્ટ : હૉલીવુડ અભિનેત્રી લિંડસે લોહાન અહીં પોતાનું નવું ઍપાર્ટમેંટ કોઈની સાથે પણ શૅર કરવા નથી માંગતાં.

લિંડસે પોતાની જાતને હૉલીવુડની ગ્લૅમરસ દુનિયા અને પાર્ટીઓથી દૂર રાખવા માટે લૉસ એંજલ્સથી અહીં આવી વસી ગયાં છે. વેબસાઇટ રડારઑનલાઇ.કૉમના જણાવ્યા મુજબ લિંડસે પોતાની સાથે કોઈ રાખવા નથી માંગતાં. તેઓ એકલા રહેવા માંગે છે અને કોઈને પોતાના ઍપાર્ટમેંટે રાખવા નથી માંગતાં.
નોંધનીય છે કે લિંડસ લોહાને તાજેતરમાં જ દારૂની આદતમાંથી છુટકારો મેળવવા માટે એક પુનર્વાસ કેન્દ્રમાં 90 દિવસ રહી પોતાની સારવાર કરાવી હતી. આ સારવાર પૂર્ણ થઈ ગઈ છે. લિંડસે લોહાન હવે સાદગીસભર જીવન જીવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
