અંગ્રેજી ન જાણતાં સની પવાર પર ફિદા થયું હોલિવૂડ

Written By:
Subscribe to Oneindia News

ઑસ્કાર 2017માં નોમિનેટ થયેલી ફિલ્મ 'લાયન'માં સારૂની ભૂમિકા ભજવનાર સની પવારના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. સનીએ આ ફિલ્મમાં દેવ પટેલના નાનપણની ભૂમિકા ભજવી છે. દેવ પટેલ 'લાયન' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં ઑસ્કાર ન મેળવી શક્યા. પરંતુ 'લાયન' ફિલ્મમાં સનીનો અભિનય જોયા બાદ તેને હાલના સમયમાં ફિલ્મોમાં આવનાર બેસ્ટ બાળકલાકાર માનવામાં આવી રહ્યો છે.

sunny pawar

આ સનીની પહેલી ફિલ્મ હતી અને આ ફિલ્મના નિર્માણ દરમિયાન તે માત્ર 6 વર્ષનો હતો. હાલમાં જ સનીએ વૉલ સ્ટ્રીટ જર્નલને પોતાના ફિલ્મ અભિનયના અનુભવ વિશે જણાવતાં કહ્યું હતું કે, આ ફિલ્મની વાર્તા ખૂબ ડરામણી છતાં સાહસી હતી. તેને આ વાર્તા સમજવામાં ઘણો સમય લાગ્યો હતો. સની અન્ય એક ફિલ્મ 'લવ સોનિયા'માં પણ કામ કરી રહ્યો છે.

sunny pawar

સની જ્યાં પણ જાય છે પોતાના ટ્રાન્સલેટરને સાથે લઇને જાય છે, જે તેને હિંદીમાં સવાલ સમજાવે છે. સની સવાલોના જવાબ હિંદીમાં જ આપે છે. સનીને ઑસ્કાર રેડ કાર્પેટ પરના સૌથી વ્હાલા કલાકારનું પણ ઉપનામ મળ્યું છે.

'લાયન' ફિલ્મની પટકથા લખનાર લ્યૂક ડેવિસ કે ને જ્યારે બાફ્ટા એવોર્ડ એનાયત થયો ત્યારે તેમણે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ ઘણા વર્ષો માટે એક મહત્વપૂર્ણ શોધ મનાશે. ફિલ્મ 'લાયન'નું નામાંકન બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં કરવામાં આવ્યું હતું.

English summary
Lion movie child artist Sunny Pawar shines like star at the Oscars 2017.
Please Wait while comments are loading...