ડીઆઈડીમાં ડેઢ ઇશ્કિયાનું પ્રમોશન કરશે માધુરી!
મુંબઈ, 7 ડિસેમ્બર : હિન્દી ફિલ્મોમાં પોતાના ડાન્સ માટે જાણીતા અભિનેત્રી માધુરી દીક્ષિત લોકપ્રિય ડાન્સ રિયલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ ઉપર પોતાની પ્રથમ ઉપસ્થિતિ નોંધાવનાર છે અને ત્યાં આવી તેઓ પોતાની આવનાર ફિલ્મ ડેઢ ઇશ્કિયાનું પ્રમોશન કરશે.

આ જા નચલેમાં માધુરીના ડન્સ ડાયરેક્ટર રહેલા અને ડીઆઈડીના નિર્ણાયક શ્રુતિ મર્ચંટે જણાવ્યું - માધુરી સાથે કામ કરવું કોઈ પમ ડાન્સ ડાયરેક્ટરના ખભે મોટી જવાબદારી સમાન હોય છે. માધુરી સાથેના અનુભવો શૅર કરતા માસ્ટર ફિરોઝ ખાને જણાવ્યું - માધુરી અને મેં કે સેરા સેરા... માં એક સાથે ડાન્સ કર્યો હતો. તે વખતે હું પૃષ્ઠભૂમિમાં ડાન્સ કરતો હતો. હકીકતમાં ગીતના એક મુખ્ય ભાગમાં માધુરી મારા ચહેરા પર પંચ મારે છે. બીજી બાજુ યુવ સ્પર્ધક સ્વરાલી (21) ખૂબ જ રોમાંચિત, પરંતુ નર્વસ પણ છે. ડીઆઈડીનો આ એપિસોડ 14મી ડિસેમ્બરે ઝી ટીવી ઉપર પ્રસારિત થશે.












Click it and Unblock the Notifications
