Oscars 2025 : આ વર્ષે આ ફિલ્મ જીતી શકે છે ઓસ્કાર, જાણો ભારતીય ફિલ્મો પાસેથી કેટલા ચાન્સ?
Oscars 2025 : દુનિયાના સૌથી મોટા ફિલ્મી એવોર્ડ સમારોહ ઓસ્કાર 2024 2 માર્ચે અમેરિકાના સમયાનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતના દર્શકો માટે તે 3 માર્ચે સવારે 05:30 વાગ્યાથી લાઈવ જોઈ શકશે.
ઓસ્કાર સમારોહને તમે Jio Hotstar પર તેને જોઈ શકશો. આ ઉપરાંત સ્ટાર મૂવીઝ ચેનલ પર ટીવી પર પણ લાઈવ ટેલિકાસ્ટ થશે.

ઓસ્કાર 2024 માટે નોમિનેટ થયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં વર્ષ 2024માં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો સામેલ છે. શ્રેષ્ઠ ફિલ્મ માટે નીચેની ફિલ્મો નોમિનેટ થયેલી છે.
- એમિલિયા પેરેઝ
- અનોરા
- ધ બ્રુટાલિસ્ટ
- કોન્ક્લેવ
- ડ્યુન: ભાગ 2
શ્રેષ્ઠ ફિલ્મ કેટેગરીમાં ડ્યુન: ભાગ 2, ધ બ્રુટાલિસ્ટ અને એમિલિયા પેરેઝ વચ્ચે ટક્કર છે. વિશ્લેષકોના અનુમાન અનુસાર, એમિલિયા પેરેઝ એવોર્ડ જીતી શકે છે.
શ્રેષ્ઠ નિર્દેશક માટેના નોમિનેશન
- સીન બેકર
- બ્રેડી કોર્બેટ
- જેમ્સ મેન્ગોલ્ડ
શ્રેષ્ઠ અભિનેતા માટેની રેસમાં કોણ?
- એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ)
- ટિમોથી ચેલામેટ (અ કમ્પલીટ અનનોન)
- શ્રેષ્ઠ અભિનેત્રીઓ માટે કોની ટક્કર?
- કાર્લા સોફિયા ગેસ્કોન (એમિલિયા પેરેઝ)
- સિન્થિયા એરિવો (વિકેડ)
ભારતની વાત કરીએ તો કિરણ રાવની લાપત્તા લેડીઝ ઓસ્કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી હતી, પણ તે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે.
પાયલ કાપડિયાની ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ફિલ્મને વિવિધ કેટેગરીમાં મોકલવામાં આવી હતી, પરંતુ તે કોઈ પણ કેટેગરીમાં નોમિનેટ થઈ શકી નહીં. જો કે, આ ફિલ્મે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે.
ઓસ્કાર 2025 માટે ભારતની આશા ફિલ્મ અનુજા શોર્ટ ફિલ્મ કેટેગરીમાં છે. તમે આ ફિલ્મ Netflix પર જોઈ શકો છો. તે ગુનીત મોંગા દ્વારા નિર્માણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
