Pics : લાઇફ ઑફ પાઇનું પ્રીમિયર યોજાયું
મુંબઈ, 22 નવેમ્બર : હૉલીવુડની ફિલ્મ લાઇફ ઑફ પાઇનું શાનદાર પ્રીમિયર યોજાઈ ગયું. આ પ્રીમિયરમાં ફિલ્મના કલાકારો ઉપરાંત બૉલીવુડની પણ અનેક હસ્તીઓ હાજર રહી હતી.
ઑસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ઍંગ લીની લાઇફ ઑફ પાઇ ફિલ્મ એક 3ડી એડવેન્ચર મૂવી છે. ફિલ્મમાં લીડ કૅરેક્ટર તરીકે સૂરજ શર્મા છે. ઇન્ડિયન ટીનેજર સૂરજ શર્માએ લીડ રોલ માટે યોજાયેલ કૉન્ટેસ્ટમાં વિજય મેળવી આ રોલ હાસલ કર્યો હતો. સૂરજ આ ફિલ્મમાં પાઇ તરીકે દેખા દેશે. ખાસ વાત એ છે કે લાઇફ ઑફ પાઇ ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા ઇરફાન ખાન ઓલ્ડર પાઇ એટલે કે સૂરજના પિતાનો મહત્વનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મની વાર્તા એક ફેંટસ્ટિકલ નવલકથા યાન માર્ટેલ વડે પ્રેરિત છે. ફિલ્મ એક છોકરા અને વાઘની મિત્રતા પર આધારિત છે. આ છોકરો 227 દિવસ માટે એક નાવમાં ભુલો પડી જાય છે. ફિલ્મનું શુટિંગ ભારતમાં પૉન્ડિચેરી અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં કરાઈ છે.
આવો આપને બતાવી લાઇફ ઑફ પાઇના પ્રીમિયરની તસવીરી ઝલક.
{photo-feature}












Click it and Unblock the Notifications
