Video/Pics : શકીરાનું ફુટબૉલ એંથમ લા લા લા... લૉન્ચ!
લૉસ એંજલ્સ, 24 મે : સુંદર, સેક્સી અને મખમલી અવાજના મલ્લિકા કોલંબિયન ગાયિકા શકીરાએ બ્રાઝીલમાં યોજાનાર ફુટબૉલ વર્લ્ડ કપ માટે તૈયાર કરાયેલ ખાસ ગીત લા લા લા...નો વીડિયો લૉન્ચ કરી દીધો છે. આ વીડિયોમાં શકીરા ફુટબૉલના સિતારાઓ સાથે ડાન્સ કરતાં નજરે પડે છે.
લા લા લા... બોલ ધરાવતા આ ગીતમાં 37 વર્ષીય ગાયિકા શકીરા સાથે અનેક પ્રસિદ્ધ ફુટબૉલ ખેલાડીઓ જેમ કે લિયોનેલ મેસી, એરિક આબીદલ, નેમાર, જેમ્સ રૉડ્રિગ્ઝ, સર્જિયો અગ્યૂરો, રડામેલ ફાલ્કો તથા લાંબા સમય સુધી શકીરાના પુરુષ મિત્ર રહેલા જેરાર્ડ પીકે પણ નજરે ચઢે છે. શકીરાને જેરાર્ડ પીકે વડે 16 માસનો પુત્ર મિલાન પણ છે કે જે આ વીડિયોમાં ફુટબૉલ બૉલને કિક મારતા નજરે પડે છે.
ચાલો જોઇએ તસવીરો અને લા લા લા... નો વીડિયો પણ :

જોશીલું બ્રાઝીલિયન ગીત
લા લા લા... ગીત અંગે શકીરાએ જણાવ્યું - આ એક જોશીલું બ્રાઝીલિયન ગીત છે. બોલ મારા છે અને હકીકતમાં મેં વર્લ્ડ કપ માટે એક એડિશન રેકૉર્ડ કર્યું છે.

પુત્ર મિલાન પણ
શકીરાના આ ગીતના વીડિયોમાં તેમનો પુત્ર મિલાન પણ દેખાય છે.

જેરાર્ડ પીકે પણ છે
વીડિયોમાં જેરાર્ડ પીકે પણ છે. શકીરા હાલ સ્પેનિશ ફુટબૉલ ટીમના ડિફેંડર જેરાર્ડ પીકે સાથે ડેટિંગ કરે છે. 22મી જાન્યુઆરી, 2013ના રોજ તેમણે મિલાનને જન્મ આપ્યો હતો.

સ્પોર્ટિંગ કરતી ડાન્સર્સ
આ વીડિયોમાં અમેરિકન સ્ટાર્સ અને સ્ટ્રિપ્સ કરતી ત્રણ ડાન્સર્સ પણ છે.

સર્જિયો અગેરો
વર્લ્ડ કપ આર્જેંટિનાને લીડ કરતાં સર્જિયો અગેરોની સ્માઇલ પણ આ વીડિયોમાં જોવા મળશે.
જુઓ લા લા લા... વીડિયો
શકીરાનું ફુટબૉલ વર્લ્ડ ગીત લા લા લા... જોવા માટે ક્લિક કરો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
