મિશન ઇમ્પૉસિબલ 5માં ગુપ્ત એજંટનો રોલ કરશે ટૉમ ક્રૂઝ
લૉસ એંજલ્સ, 8 મે : હૉલીવુડ અભિનેતા ટૉમ ક્રૂઝ પોતાની આવનાર ફિલ્મ મિશન ઇમ્પૉસિબલ 5માં એક ગુપ્ત એજંટ ઈથન હંટના રોલમાં દેખાનાર છે.

ડેડલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ 50 વર્ષીય ટૉમ મિશન ઇમ્પૉસિબલ શ્રેણીની પાંચમી આવૃત્તિનું નિર્માણ પણ કરશે, જ્યારે ફિલ્મ જૅક રીચરના દિગ્દર્શક ક્રિસ્ટોફર મૅકક્વેરી મિશન ઇમ્પૉસિબલ 5નું દિગ્દર્શન કરનાર છે.
નોંધનીય છે કે મિશન ઇમ્પૉસિબલ 4 સને 2011માં રિલીઝ થઈ હતી. તેના પ્રીમિયરમાં ધનુષ, અનિલ કપૂર, સોનમ કપૂર, અભિષેક બચ્ચન જેવા બૉલીવુડ કલાકારોએ ભાગ લીધો હતો. મિશન ઇમ્પૉસિબલ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર 13 ફિલ્મ શ્રેણીઓમાંની એક છે. આ શ્રેણીએ દુનિયા ભરમાં લગભગ 2 અબજ ડૉલર કરતાં પણ વધુનો બિઝનેસ કર્યો છે.












Click it and Unblock the Notifications
