ઇંતેજાર ખતમ : 2જી માર્ચથી શરૂ થશે સત્યમેવ જયતે 2
મુંબઈ, 27 જાન્યુઆરી : ધૂમ 3 ફિલ્મની સફળતા બાદ આમિર ખાન ફરીથી ટેલીવિઝન તરફનો રુખ કરી રહ્યાં છે. હા જી દોસ્તો. લોકોના ચહેતા આમિર ખાન ફરીથી પોતાના પૉપ્યુલર શો સત્યમેવ જયતેની બીજી આવૃત્તિ સાથે નાના પડદે પ્રકટ થવા જઈ રહ્યાં છે. સત્યમેવ જયતે 2નું પ્રીમિયર આગામી 2જી માર્ચે યોજાશે.

આમિરના શોનો ઇંતેજાર લોકો એટલી હદે કરે છે કે આ વાતનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકાય કે શોની પ્રથમ ઝળકીઓ શનિવારે ઇંટરનેટ ઉપર જારી થતાં જ 34 હજાર કરતા વધુ લોકો તેને લાઇક કરી ચુક્યાં છે, પરંતુ આ વખતે કહે છે કે પાર્ટ 2, પાર્ટ 1 કરતા જુદો હશે. રિપોર્ટ્સ મુજબ કાર્યક્રમના નિર્માતાઓએ બીજી આવૃત્તિને ત્રણ ભાગોમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. દરેક ભાગ રવિવારે ચાર શો પ્રસારિત કરશે.












Click it and Unblock the Notifications
