બિગ બૉસમાં દેખાશે વધુ એક એડલ્ટ સ્ટાર
અમદાવાદ, 8 નવેમ્બર : ફરી એક વાર બિગ બૉસમાં એડલ્ટ સ્ટારની એન્ટ્રી થવાની છે. આ વખતે એન્ટ્રી થશે અમેરિકન ઇન્ડિયન પોર્ન સ્ટાર પ્રિયા રાયની. આપને જણાવી દઇએ કે પ્રિયા રાય પણ સન્ની લિયોનની જેમ જ મૂળત્વે ભારતના વતની છે, પરંતુ તેઓ સન્ની લિયોનની જેમ પોર્ન ઇન્ડસ્ટ્રીનું મોટું તો નહિં, પણ જાણીતું નામ જરૂર છે.
પ્રિયાનો જન્મ પાટનગર દિલ્હી ખાતે 25મી ડિસેમ્બર, 1977ના રોજ થયો હતો. પ્રિયાનું સાચુ નામ પ્રિયા અંજલિ રાય છે. તેમના માતા-પિતાએ તેમને જન્મ આપ્યાના બે વરસ બાદ છોડી દીધા હતાં. તે પછી તેમને એક અમેરિકન દમ્પતીએ દત્તક લીધા હતાં. અમેરિકામાં રહેતાં પ્રિયા આર્થિક હાલત સુધારવા માટે પોર્ન ફિલ્મ તરફ વળ્યાં અને આજે પોર્ન ઇન્ડસ્ટ્રીના એક જાણીતાં નામ બની ગયાં છે.
બિગ બૉસ સીઝન 6ની શરુઆત થતાં હોસ્ટ સલમાન ખાને દાવો કર્યો હતો કે આ વખતનો શો ફૅમિલી શો હશે. લોકોને કોઈ ફરિયાદ નહિં હોય, પરંતુ લાગે છે કે દર વખતની જેમ આ વખતે પણ તેમનો દાવો સાવ બેકાર જ રહ્યો, કારણ કે પોર્ન કલાકારને લાવવા પાછળનો ધ્યેય ટીઆરપી વધારવો જ છે. શોની ગુણવત્તા સાથે કઈં લેવા-દેવા નથી.
સમાચાર છે કે પ્રિયાને વાઇલ્ડ કાર્ડ વડે એન્ટ્રી મળશે. લેસ્બિયન મુદ્દે પ્રખ્યાત થનાર મિંક બરારે ગત સપ્તાહે જ વાઇલ્ડ કાર્ડ વડે એન્ટ્રી કરી છે.
હવે વિચારણીય બાબત છે કે હૉટ કલાકારોને શોમાં પ્રવેશ કરાવી આખરે શો સંચાલકો સ્વચ્છ શો કઈ રીતે રજુ કરી શકે. ખેર એ જોવું રસપ્રદ રહેશે કે શું પ્રિયા સન્નીની જેમ શોની ટીઆરપી ઊપર લઈ જવા પામે છે કે નહિં? આપને જણાવી દઇએ કે પ્રિયાને આ જ સપ્તાહે એન્ટ્રી મળવાની છે.













Click it and Unblock the Notifications
