જસપાલ ભટ્ટીના પત્ની ચાલુ રાખશે નૉનસેન્સ ક્લબ
મુંબઈ, 5 જૂન : જાણીતા હાસ્ય અભિનેતા જસપાલ ભટ્ટીએ લગભગ ત્રણ દાયકાઓ સુધી નૉનસેન્સ ક્લબ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું. ગત વર્ષે ઑક્ટોબરમાં ભટ્ટના કાર અકસ્માતમાં દુઃખદ મોત બાદ હવે તેમના પત્ની સવિતા ભટ્ટીએ તેમના થિયેટર જૂથ નૉનસેન્સ ક્લબના સંચાલનની જવાબદારી ઉપાડી લીધી છે.

જસપાલ ભટ્ટી પોતાના ટેલીવિઝન અને વિવિધ કાર્યક્રમો વડે પોતાના ખાસ અંદાજ અને અભિનય દ્વારા સમાજની તર્કહીન ઘટનાઓ તથા વાતોથી લોકોને માહિતગાર કરાવતા હતાં. તેમના આકસ્મિક મોત બાદ સવિતાને લાગ્યું કે લોકોનું મનોરંજન કરવું અને સૌના ચહેરા પર સ્મિત લાવનાર માણસની યાદમાં ગમ કરવું તેમનું અપમાન ગણાશે.
સવિતા ભટ્ટીએ જણાવ્યું - અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ ઘડી હતી, પણ છતાં મેં નક્કી કર્યું કે તેમના નૉનસેન્સ ક્લબ તથા હાસ્ય અભિનયને ચાલુ રાખીશ. જસપાલના મોત બાદ ગત એપ્રિલ માસથી જ નૉનસેન્સ ક્લબે પુનઃ કાર્યક્રમો અને નાટકો શરૂ કર્યાં છે. સવિતાએ જણાવ્યું - અમે આ વખતે દેશમાં સ્ત્રીઓની દુર્દશા પરઘા કરતાં પોતાના કાર્યક્રમોમાં સરકારને જણાવીશું કે મહિલાઓને અધિકૃત રીતે વસ્તુ જાહેર કરે. એમ પણ દેશમાં મહિલાઓ સાથે બજારૂ વસ્તુ જેવો વ્યવહાર થતો આવ્યો છે. અધિકૃત રીતે પ્રમાણિત કર્યા બાદ અમારી પાસે તેમને વેચવા-ખરીદવા, તેમની સાથે કંઈ પણ કરવાનો અધિકાર હશે. આ કટાક્ષ મહિલાઓ પ્રત્યે વધતા ગુનાઓ ખાસ તો બળાત્કારના વઘતા બનાવો અંગે તૈયાર કરાયો છે.
નૉનસેન્સ ક્લબના કલાકારો વિનોદ શર્મા, લાલી ગિલ તથા ગુરુતેજ તેજે જસપાલ ભટ્ટી ફિલ્મ સ્કૂલના મૅડ આર્ટ્સના વિદ્યાર્થીઓ સાથે મળી એક કાર્યક્રમ રજૂ કર્યું. કાર્યક્રમ દ્વારા વહુઓને બાળી મારવા, દુલ્હાનું વેચાણ, પેટ્રોલની વધતી કિંમતો, સિનેમા ટિકિટોનું બ્લૅક મેલિંગ, બાળકો ઉપર સ્કૂલ બૅગનો વધતો ભાર જેવા તાત્કાલિક મુદ્દાઓ ઉપર નૉનસેન્સ ક્લબે પ્રકાશ પાડ્યો.












Click it and Unblock the Notifications
