જેલમાંથી બહાર આવીને અલ્લૂ અર્જુને હાથ જોડીને માગી માફી, પીડિત પરિવારને કહી આ વાત

એક રાત વિતાવ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો 'પુષ્પા', હાથ જોડીને માફી માંગતા અલ્લુ અર્જુને કહ્યું, જે થયુ તે માટે અમે દિલગીર છીએ જેલમાંથી છૂટ્યા બાદ એક્ટર અલ્લુ અર્જુને એકવાર મીડિયા સામે આવીને ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે હું કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છું અને આ મામલે મારો સંપૂર્ણ સહકાર આપીશ.

તમને જણાવી દઈએ કે સંધ્યા થિયેટર કેસમાં નીચલી કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે શુક્રવારે તેલંગાણા હાઈકોર્ટે તેને જામીન આપી દીધા હતા, તેમ છતાં તેને જેલમાં એક રાત વિતાવવી પડી હતી. આજે સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

allu arjun jail

હું તમામનો આભાર માનું છું

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સામે આવીને આ મામલે પોતાનો ખુલાસો કર્યો હતો. અલ્લુ અર્જુને કહ્યું કે હું દરેકના પ્રેમ અને સમર્થન માટે આભારી છું. હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું. કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હું સંપૂર્ણપણે ઠીક છું. હું કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છું, હું કાયદાનું સન્માન કરું છું અને આ બાબતની તપાસમાં સહકાર આપીશ.

જે પણ થયુ તે અજાણતા થયુ

આ સાથે અલ્લુ અર્જુને ફરી એકવાર પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ત્યાં જે કંઈ પણ થયું તેના માટે અમે માફી માંગીએ છીએ. જે કંઈ બન્યું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, તે અજાણતાં જ થઈ ગયું. જે પણ થયું તેના માટે અમે દિલગીર છીએ.

આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના

અલ્લુ અર્જુને કહ્યું કે છેલ્લા 20 વર્ષથી હું અહીં ફિલ્મો જોવા જઉં છું. અહીં હું મારી ફિલ્મો જોવા જાઉં છું, મેં અહીં 30 ફિલ્મો જોઈ છે. આ પ્રકારની ઘટના પહેલા ક્યારેય બની નથી, આ એક સંપૂર્ણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પીડિત પરિવારની મદદ માટે હું હંમેશા સાથે રહીશ. હું પીડિત પરિવારને ગમે તે રીતે મદદ કરીશ. કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અમે તે ભરી શકતા નથી, હું પરિવારને ગમે તે રીતે મદદ કરવા સાથે ઉભો રહીશ.

પુષ્પા-2નું સ્ક્રીનિંગ જોવા ગયો હતો અલ્લુ અર્જુન

તમને જણાવી દઈએ કે જ્યારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેની ફિલ્મ પુષ્પા-2 નું સ્ક્રીનિંગ જોવા ગયો ત્યારે તેને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ, જેમાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેનો પુત્ર ખરાબ રીતે ઘાયલ થયો. આ ઘટના બાદ અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X