ઈલાજ પૂરો કરાવ્યા વિના હોસ્પિટલથી પાછા આવ્યા આશીષ રૉય, સલમાને ન કરી મદદ
ટીવી અભિનેતા અને 'સસુરાલ સિમર કા' ફેમ આશીષ રૉયને પૈસાના અભાવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ટીવી અભિનેતા અને 'સસુરાલ સિમર કા' ફેમ આશીષ રૉયને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમની પાસે આગળનો ઈલાજ કરાવવા માટે હવે પૈસા નહોતા. હોસ્પિટલા વધતા બિલ બાદ હવે તે પોતાના ઘરે પાછા આવી ગયા છે. લાંબા સમયથી બિમાર આશીષે સ્પૉટબૉયને એક ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેમણે બૉલિવુડ અભિનેતા સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ કે તેમણે અભિનેતા સલમાન ખાન પાસેપણ મદદ માંગી છે પરંતુ હજુ સુધી તેમને મદદ મળી શકી નથી.

હોસ્પિટલનુ બે લાખનુ બિલ ભર્યુ
આશીષ રૉયે કહ્યુ, 'હું અત્યારે મારા ઘરે છુ અને ઘણી નબળાઈ અનુભવી રહ્યો છુ. મારો એક નોકર છે, જે મારી દેખરેખ કરી રહ્યો છે. ફ્લાઈટો સંપૂર્ણપણે કામ નથી કરી રહી માટે મારી બહેન પણ નથી આવી શકતી. મે હોસ્પિટલમાંથી 24 મેના રોજ રજા લઈ લીધી કારણકે તેમને આપવા માટે મારી પાસે પૈસા બચ્યા નહોતા. બિલના બે લાખ હતા જે મે જેમતેમ કરીને ભર્યા. મારુ ડાયાલિસીસ હજુ પણ ચાલુ જ છે અને આવતા બે મહિના સુધી ચાલશે. હું અલગ અલગ દિવસે હોસ્પિટલ જઉ છુ અને એ ત્રણ કલાકના ડાયાલિસીસના 2000 રૂપિયા લે છે.'

ફેસબુક પર પણ માંગી હતી મદદ
અભિનેતાએ ફેસબુક પોસ્ટ કરીને પણ પોતાની સ્થિતિ વિશે માહિતી આપી હતી અને કહ્યુ હતુ કે, 'તેને તરત જ આર્થિક મદદની જરૂર છે. તેમણે ત્યાં સુધી કહ્યુ હતુ કે તે અભિનેતા સલમાન ખાન પાસે મદદ માંગી ચૂક્યા છે. આશીષે કહ્યુ, એક સમયે મને લાગતુ હતુ કે હું લાંબો સમય જીવી નહિ શકુ. પરંતુ આશા છે કે હું નહિ મરુ. સમય સાથે સાજો થઈ જઈશ અને ખુદને આગળ વધારવામાં સક્ષમ થઈ જઈશ. સલમાન ખાન પાસે મદદ માંગવાના સવાલ પર તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યુ, મને હજુ સુધી કોઈ મદદ મળી શકી નથી અને મને ખબર નથી કે મારો સંદેશ સલમાન ખાન સુધી પહોંચ્યો છે કે નહિ. હું બસ સાજો થઈને કામ પર પાછો જવા માંગુ છુ.'

અમુક લોકો મદદ માટે આગળ પણ આવ્યા
આશીષ રૉયે સસુરાલ સિમર કા ઉપરાંત બીજી ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યુ છે. જેમાં બનેગી અપની બાત, કુછ રંગ પ્યાર કે એસે ભી શામેલ છે. જો કે અમુક લોકો તેમની મદદ માટે આગળ પણ આવ્યા છે. આશીષે આ મુશ્કેલ સમયમાં તેમની મદદ કરનાર લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ, મારુ જીવન અત્યાર સુધી ગરિમાપૂર્ણ રહ્યુ છે. વિચાર્યુ નહોતુ કે આવો દિવસ પણ જોવો પડશે. એક વાર મારા ટીવી શોઝનુ શૂટિંગ શરૂ થઈ જાય, પછી હું બધાના પૈસા પાછા આપી દઈશ. પછી બધુ ઠીક થઈ જશે.












Click it and Unblock the Notifications
