Beintehaa : ફરી પોકારી ઉઠશે ઝાઇનનો પ્રેમ, ‘હા, આલિયા મારી પત્ની છે’, કામ્યાની એન્ટ્રી

મુંબઈ, 19 ઑગસ્ટ : કલર્સનો ટેલીવિઝન શો બેઇંતેહા ટીઆરપી રેટિંગની બાબતમાં સંઘર્ષ કરી રહ્યો છે અને એટલે જ શોમાં કામ્યા પંજાબીની એન્ટ્રી કરવામાં આવી રહી છે કે જે સુરૈયા (સુચિત્રા પિલ્લૈ)ના બહેનની ભૂમિકા ભજવશે. કામ્યા બેઇંતેહાના આગામી એપિસોડમાં એન્ટ્રી મારશે. બીજી બાજુ ઝાઇન (હર્ષદ અરોરા) આલિયા (પ્રીતિકા રાવ)ને બચાવે છે અને તેને પોતાની પત્ની જાહેર કરે છે.

બેઇંતેહા સાથે મોટાભાગના દર્શકો ઝાઇન અને આલિયાની કહાણીના કારણે જોડાયેલા હતાં, પરંતુ શોમાં ઝાઇન-આલિયા પોતાના સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવે છે. શોમાં ત્યારે વળાંક આવે છે કે જ્યારે ઝાઇન ગેરસમજના પગલે આલિયાને છુટાછેડા આપી દે છે.

ઝાઇનના પિતા આલિયાને પોતાની કમ્પનીમાંથી હાંકી કાઢે છે કે જેમણે અગાઉ આલિયાને ઝાઇનની બિઝનેસ પાર્ટનર બનાવી હતી.

આગામી એપિસોડમાં ઝાઇન અને આલિયા એક બિઝનેસ મીટિંગ માટે એક હોટેલમાં રોકાશે અને બંનેના રૂમ આજુ-બાજુ હશે. બંને વચ્ચે વધુ એક વાર ઝગડો થશે અને પછી બંને ડ્રિંક કરશે. આલિયા નશામાં છે અને તે જ વખતે એક વિકૃત પુરુષ હોટેલમાં તેની ઉપર હુમલો કરે છે, પણ ઝાઇન છેલ્લી ઘડીએ આલિયાને બચાવી લે છે. એટલુ જ નહીં, ઝાઇન ત્યાં આલિયાને પોતાની પત્ની તરીકે જાહેર પણ કરે છે કે જેની સાથે એક ‘તલાક' શબ્દ કહી તેણે છુટાછેડા લઈ લીધા હતાં.

દરમિયાન કામ્યા પંજાબી આ શોમાં સુરૈયાની બહેન તરીકે એન્ટ્રી મારશે. અત્યારે એ જાણવા નથી મળ્યું કે કામ્યા પંજાબી બેઇંતેહામાં નેગેટિવ રોલ કરશે કે પૉઝિટિવ, પણ તેમની એન્ટ્રી શોની પડતી રેટિંગને સુધારવા માટે જ કરવામાં આવી રહી છે.

ચાલો તસવીરોમાં જોઇએ બેઇંતેહાના આગામી એપિસોડની ઝલક :

આલિયાએ દારૂ પીધો

આલિયાએ દારૂ પીધો

આલિયાએ ઝાઇન સાથે ઝગડા બાદ દારૂ પીધો.

ઝાઇન પણ

ઝાઇન પણ

આલિયા સાથે ઝગડો કર્યા બાદ ઝાઇન પણ નશો કરે છે.

ઝાઇનને શોધતી આલિયા

ઝાઇનને શોધતી આલિયા

આલિયા ઝાઇનને શોધે છે, પણ હોટેલનો મૅનેજર આલિયાની નશાની હાલત જોઈ તેને રોકે છે.

નિકટતાની ચેષ્ટા

નિકટતાની ચેષ્ટા

હોટેલનો મૅનેજર આલિયાને તેના રૂમમાં લઈ જવાના બહાને નજીક આવવાની ચેષ્ટા કરે છે.

ઝાઇન જુએ છે

ઝાઇન જુએ છે

ઝાઇન મૅનેજરને આલિયા સાથે ગેરવર્તણૂંક કરતા જુએ છે.

આલિયા-ઝાઇન

આલિયા-ઝાઇન

ઝાઇન સમય પર પહોંચી આલિયાને બચાવે છે.

વિલનની ધોલાઈ

વિલનની ધોલાઈ

આલિયાની છેડતી કરનાર મૅનેજરની ઝાઇન ધોલાઈ કરી નાંખે છે.

આલિયાનો પત્ની તરીકે સ્વીકાર

આલિયાનો પત્ની તરીકે સ્વીકાર

દારૂના નશામાં અને ગુસ્સામાં ઝાઇન જાહેર કરે છે કે આલિયા તેની પત્ની છે અને મૅનેજરને કહે છે કે તારી હિંમત કેમ થઈ તેને સ્પર્શવાની.

કામ્યાની એન્ટ્રી

કામ્યાની એન્ટ્રી

કામ્યા પંજાબી આ શોમાં સુરૈયાની બહેન તરીકે એન્ટ્રી મારશે. અત્યારે એ જાણવા નથી મળ્યું કે કામ્યા પંજાબી બેઇંતેહામાં નેગેટિવ રોલ કરશે કે પૉઝિટિવ, પણ તેમની એન્ટ્રી શોની પડતી રેટિંગને સુધારવા માટે જ કરવામાં આવી રહી છે.

નીચેની લિંક ક્લિક કરો અને જુઓ...

નીચેની લિંક ક્લિક કરો અને જુઓ...

સેલિબ્રિટીઓની પ્રાઇવસી પર હુમલો કરતી Leaked તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X