Beintehaa Next :ઝાઇન બન્યો ડ્રાઇવર-પરાઠાવાલા, આલિયા કરશે સ્વીકાર?
મુંબઈ, 9 સપ્ટેમ્બર : બેઇંતેહાના ફૅન્સ રાહતનો શ્વાસ લઈ શકે તેવા સમાચાર સાંપડે છે. મળતી માહિતી મુજબ ઝાઇન (હર્ષદ અરોરા) અને આલિયા (પ્રીતિકા રાવ) ફાઇનલી મળી જવાના છે. જોકે આલિયા ઝાઇનથી ઘણી દૂર જતી રહી છે. સીરિયલની વાર્તા ગત અઠવાડિયા કરતા વધુ બેટર બની છે.
ગત મહીનામાં ઝાઇન અને આલિયાની જુદાઈ તેમના ફૅન્સ માટે દુઃખદ હતી. ઝાઇને ગેરસમજણવશ આલિયાને ડાયવૉર્સ આપી દીધુ હતું અને આલિયા ઝાઇનને કાયમ માટે છોડીને જતી રહેવાની તૈયારી કરે છે. ટર્નિંગ પૉઇંટ ત્યારે આવે છે કે જ્યારે ઝાઇનને અહેસાસ થાય છે કે પોલીસ ફરિયાદ નોંધાવનાર આલિયા નહીં, પણ તેની (ઝાઇનની) સાળી હતી. આ વાસ્તવિકતાની જાણ થયા બાદ ઝાઇન આલિયાને પોતાના જીવનમાં જાળવી રાખવાના પ્રયત્નો શરૂ કરે છે, પરંતુ ત્યાં સુધી તો આલિયા તેને છોડીને જઈ ચુકી હોય છે.
એક વરસ સુધી આલિયાની જુદાઈમાં ઝૂરતો અને સતત તેને શોધતો ઝાઇન અંતે આલિયાને શોધી કાઢે છે. આલિયા હૈદરાબાદ ખાતે એક ઢાબાનું સંચાલન કરતા જાણ થાય છે. તે આલિયાનો ઢાબો શોધી કાઢે છે અને તેને મળી માફી માંગે છે તથા તેના જીવનમાં પાછી આવવા કરગરે છે, પરંતુ આલિયા ઝાઇનની વાત ફગાવી દે છે અને દાવો કરે છે કે તે રેહાન સાથે પરણી ચુકી છે.
ઝાઇન માનવા તૈયાર નથી થતો કે આલિયા પરણી ચુકી છે. તે આલિયાને પાછી વળવા કરગરે છે. આલિયા પરત ફરવાની પરિસ્થિતિમાં નથી અને તે પ્રેમ કરતા પોતાના આત્મ-સન્માનને વધુ મહત્વ આપી ઝાઇનથી જુદા રહેવાનો નિર્ણય કરે છે.
લેટેસ્ટ એપિસોડમાં બતાવાશે કે ઝાઇન આલિયાને છોડી જવા તૈયાર નથી. ઝાઇન આલિયાને પરત મેળવવા અને તેની માફી પામીને જ જવાનો સંકલ્પ કરે છે. તે દાવો કરે છે કે હૈદરાબાદ ખાતે તેનો નવો પ્રોજેક્ટ શરૂ થવાનો છે અને તે આલિયાને લીધા વગર હૈદરાબાદ નહીં છોડવાનો નિર્ણય કરે છે. પછી ઝાઇન આલિયા માટે ઑટો ડ્રાઇવરનો વેશ ધરે છે. પછી તે આલિયાના ઢાબે પરાઠાવાલા તરીકે નોકરી શરૂ કરે છે. શું આલિયા સરળતાથી પિગળી જશે? થોભો અને આગામી એપિસોડની રાહ જુઓ?
જુઓ બેઇંતેહાના આગામી એપિસોડની તસવીરી ઝલક :

આલિયાને શોધી કાઢલો ઝાઇન
ઝાઇનને ખબર પડી જાય છે કે આલિયાએ રેહાન સાથે લગ્ન નથી કર્યા અને તે તેને મેળવવા પાછો આવે છે.

હું તને પ્રેમ કરુ છું
ઝાઇન કહે છે કે તે તેણીને પ્રેમ કરે છે અને તેણીને કોઈ પણ કિંમતે છોડીને નહીં જાય.

ભૂતકાળ ભુલી જા
ઝાઇન આલિયાને જૂની વાતો ભુલી જવા માટે સમજાવે છે.

આલિયાનો ઇનકાર
આલિયા ત્રણ ડાયવૉર્સિસ યાદ કરે છે અને ઝાઇન સાથે નહીં જવાનું નક્કી કરે છે.

આત્મ-સન્માન
આલિયા પ્રેમ કરતા પોતાના આત્મ-સન્માને વધુ મહત્વ આપી ઝાઇનથી જુદા રહેવાનો સંકલ્પ કરે છે.

ઝાઇનની હકાલપટ્ટી
આલિયા ઝાઇનને પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે.

ઝાઇન જતો નથી
ધક્કે ચઢાવ્યા છતા ઝાઇન જતો નથી અને આલિયાને જૂની વાતો ભુલી જવા કરગરે છે.

માફી
ઝાઇન આલિયાના ઘરની બહાર ઊભો રહે છે અને કાન પકડીને માફી માંગે છે.

પરાઠાવાલા
આલિયાને ઝાઇન પોતાના ઢાબે પરાઠાવાલા તરીકે ફરી મળે છે.

આલિયા શૉક્ડ
આલિયા ઝાઇનને ઢાબે જોઈ ચોંકી જાય છે, પણ શું તે ઝાઇનને સ્વીકારશે? થોભો અને આગામી એપિસોડની રાહ જુઓ.













Click it and Unblock the Notifications
