TV News: રોમાન્સ હોય કે નોંક-ઝોક, આ છે 2016ની ફેવરિટ જોડીઓ!

Written By:
Subscribe to Oneindia News

વર્ષ 2016માં ટીવીની દુનિયામાં ઘણી નવી જોડીઓ જોવા મળી. દર્શકોએ પણ આ નવી જોડીઓની પ્રેમથી વધાવી લીધી. નકુલ મહેતા, અર્જુન બિજલાની, કુશલ ટંડન, અનેરી વાજાણી, જેનિફર વિંગેટ, દ્રષ્ટિ ધામી જેવા જૂના ચહેરાઓ નવી વાર્તામાં નવા ચહેરા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યાં. અહીં અમે જે જોડીઓની વાત કરી રહ્યાં છે તે આ વર્ષની ફ્રેશ અને હિટ જોડીઓ છે.


જેમણે તેમના ઝગડા, નખરા અને ક્યૂટ રોમાન્સથી દર્શકોના મનમાં ખાસ જગ્યા બનાવી દીધી છે. જો કે આમાંથી કેટલીક જોડીઓ લાંબી ના ટકી, તેમનો પ્રેમ શરૂ થાય તે પહેલા જ સિરીયલનો અંત આવી ગયો. તેમ છતાં આ ક્યૂટ કપલે લોકોના મનમાં ખાસ જગ્યા ઊભી કરી છે. ત્યારે 2016ની ટીવી સીરિયલોની આ 10 નવી ક્યૂટ જોડીઓ કઇ છે જાણો અહીં...

નકુલ મહેતા-સુરભિ ચંદના

નકુલ મહેતા-સુરભિ ચંદના

સ્ટારપ્લસ પર ટેલિકાસ્ટ થતા શો 'ઇશ્કબાઝ'ની આ જોડીની ખાટી-મીઠી રકઝકે લોકોના મન જીત્યાં છે. નકુલ મહેતા આ પહેલા પણ સ્ટાર પ્લસની જ એક સિરિયલ 'પ્યાર કા દર્દ હે'માં જોવા મળ્યો હતો. જો કે, તેના આ બંન્ને પાત્રોમાં બિલકુલ અલગ છે. 'ઇશ્કબાઝ'માં નકુલનો રોલ જિદ્દી અને આડંબરપ્રિય બિઝનેસમેનનો છે.

અર્જુન બિજલાની-દ્રષ્ટિ ધામી

અર્જુન બિજલાની-દ્રષ્ટિ ધામી

'લેફ્ટ-રાઇટ-લેફ્ટ'થી ફેમસ થયેલા અર્જુન બિજલાનીની આ મેઇન લીડ તરીકેની આ પાંચમી સિરિયલ છે. દ્રષ્ટિ ધામી લાંબા સમય બાદ નાના પડદે લીડ રોલમાં જોવા મળી રહી છે, પરંતુ આ બંન્નેની જોડી ફ્રેશ છે. તેમની નવી સિરિયલ 'પરદેસ મેં હે મેરા દિલ'ને લોકો ખૂબ વખાણી રહ્યાં છે. બંન્ને એક્ટર્સને તેમની આગળની સિરિયલોમાં પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા.

કુશલ ટંડન-જેનિફર વિંગેટ

કુશલ ટંડન-જેનિફર વિંગેટ

સોની ટીવીની નવી સિરિયલ 'બેહદ' હાલ ચર્ચાનો વિષય છે, એના બે કારણો છે. એક તો આ સિરિયલની વાર્તા અન્ય હિન્દી સિરિયલોની બીબાઢાળ વાર્તા કરતા જરા અલગ છે, આ સ્ટોરીને સસ્પેન્સ-થ્રિલરનો ટચ આપવામાં આવ્યો છે. બીજું કારણ છે સ્ટોરીની સ્ટારકાસ્ટ. હિરો કુશલ ટંડને બિગ બોસમાંમાં ખૂબ પોપ્યૂલારિટિ મેળવી હતી, જ્યારે 'દિલ મિલ ગયે' ફેમ હિરોઇન જેનિફર વિંગેટ કરણ સિંઘ ગ્રોવર સાથેના ડિવોર્સ પછી પહેલી વાર મેઇન લીડ તરીકે જોવા મળી છે.

શાહિર શેખ-એરિકા ફર્નાન્ડિઝ

શાહિર શેખ-એરિકા ફર્નાન્ડિઝ

સોની ટીવીની અન્ય એક સિરિયલ 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' પણ હાલ ખૂબ લોકપ્રિય છે. દેવ અને સોનાક્ષીની સ્વીટ જોડી દર્શકોના મનમાં વસી ગઇ છે. હાલમાં જ સોનાક્ષીને એવીટીએમાં આ વર્ષનો બેસ્ટ એક્ટરેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

મોહસિન ખાન-શિવાંગી જોશી

મોહસિન ખાન-શિવાંગી જોશી

છેલ્લા ઘણા સમયથી ચાલતી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની ટીઆરપીને આ યંગ અને ફ્રેશ જોડીથી ખૂબ ફાયદો થયો છે. ભલે આ સિરિયલના નૈતિક અને અક્ષરા સિરિયલ છોડીને જતા રહ્યાં હોય, પરંતુ તેમની પુત્રી નાયરાની પ્રેમકથાએ દર્શકોને જકડી રાખ્યા છે. નાયરા અને કાર્તિકની ઇન્ટેન્સ લવસ્ટોરી લોકોને ખૂબ પસંદ પડી રહી છે.

વિવિયન દિસેના-રુબિના દિલેક

વિવિયન દિસેના-રુબિના દિલેક

વિવિયન અને રુબિના શો 'શક્તિ'માં એકસાથે જોવા મળી રહ્યાં છે અને આ બંન્નેની કેમેસ્ટ્રિ પર તેમના ફેન્સ ફિદા છે. આ પહેલા સિરિયલ 'મધુબાલા'માં વિવિયન અને દ્રષ્ટિ ધામીની જોડી પણ દર્શકોને ખૂબ પ્રિય હતી.

વિક્રમ સિંહ ચૌહાણ-શિવાની સુર્વે

વિક્રમ સિંહ ચૌહાણ-શિવાની સુર્વે

સ્ટારપ્લસની સિરિયલ 'જાના ના દિલ સે દૂર'ની વિક્રમ-શિવાનીની જોડી પણ દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. મહત્વાકાંક્ષી યુવક અથર્વ અને સાદી-સીધી યુવતી વિવિધાની આ પ્રેમકથા છે.

નમિક પૉલ-નિકિતા દત્તા

નમિક પૉલ-નિકિતા દત્તા

સોની ટીવીનો શો 'એક દૂજે કે વાસ્તે' ભલે થોડા મહિના જ ચાલ્યો હોય, પરંતુ નમિક અને નિકિતાની જોડી દર્શકોની મનપસંદ જોડીઓમાંની એક છે. લોકો હજુ પણ આ બેની જોડીને નાના પડદે ફરી સાથે જોવા માંગે છે.

ત્રિધા ચૌધરી-હર્ષદ અરોરા

ત્રિધા ચૌધરી-હર્ષદ અરોરા

સ્ટારપ્લસનો શો 'દેહલીજ' પણ થોડા મહિનાનો જ મહેમાન હતો, પરંતુ ત્રિધા-હર્ષદની જોડી દર્શકોમાં હોટ ફેવરિટ હતી. આ બંન્નેની જોરદાર કેમેસ્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. એવી પણ ખબરો મળી હતી કે આ બંન્ને રિયલ લાઇફમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

કૃતિકા સેંગર-શરદ મલ્હોત્રા

કૃતિકા સેંગર-શરદ મલ્હોત્રા

ગયા માર્ચમાં શરૂ થયેલો શો 'કસમ' પુનર્જન્મની વાર્તા પર આધારિત છે. આ શોમાં પહેલા જન્મમાં કૃતિકા સેંગરે તનુનું પાત્ર ભજવ્યું હતું, શોમાં તનુના પાત્રના મૃત્યુની સાથે જ કૃતિકાએ પણ શોમાંથી વિદાય લઇ લીધી અને કૃતિકાની જગ્યાએ શિવાની તોમર આવી. પરંતુ દર્શકોને શિવાની તોમર અને શરદ મલ્હોત્રાની જોડી ખાસ પસંદ પડી નહીં, આથી શો મેકર્સે કૃતિકાને આ શોમાં પાછી લાવવી પડી. આ શોમાં કૃતિકા અને શરદની કેમેસ્ટ્રિ લોકોને ખૂબ પસંદ છે.

English summary
BestOf2016: these new Shows that wowed us and continue being loved.
Please Wait while comments are loading...