Big Boss 13: સની લિયોનનો ખુલાસો, પારસે મારી સાથે ગંદી હરકત કરી, નોનવેજ જોક સંભળાવ્યા
Big Boss 13: સની લિયોનનો ખુલાસો, પારસે મારી સાથે ગંદી હરકત કરી, નોનવેજ જોક સંભળાવ્યા
બિગ બૉસ 13માં પારસ છાબડા હાલ શહનાજ સાથે પોતાની લવ સ્ટોરીને લઈ ચર્ચામાં છે. આ સ્પષ્ટ સમજમાં આવી રહ્યું છે કે પારસ ગેમ માટે શહનાજનો ફાયદો ઉઠાવી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે પારસ છાબડાનું સની લિયોન સાથે કનેક્સન જોડાતું જોવા મળી રહ્યું છે.

જો કે આ કનેક્શન પ્રેમનું નહિ બલકે નફરતનું છે. જી હાં, જણાવી દઈએ કે કેટલાક વર્ષ પહેલા સની લિયોનીએ પારસ છાબડા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે સની અને પારસ સાથે શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. અહીં વાંચો સમગ્ર ડિટેલ..

ગંદી નજરથી જોતો
રાગિની એમએમએસની સ્ટાર સની લિયોને વર્ષ 2015માં એક મેગેઝીનને આપેલ ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે પારસે તેની સાથે છેડતી કરી છે. સની મુજબ પારસે શૂટિંગ દરમિયાન તેને ગંદી નજરે જોતો હતો.

પારસની હરકતો એટલી વધી ગઈ
સનીએ કહ્યું કે પારસ તેને નૉનવેજ જોક પણ સંભળાવતો હતો. અને તેને અડવાની પણ કોશિશ કરી હતી. પારસની હરકત એટલી વધી ગઈ હતી કે તે શૂટિંગ પર પોતાના પતિ ડેનિયલ સાથે આવવા લાગી હતી.

સનીએ પારસને ઠરકી ગણાવ્યો
સનીએ જણાવ્યું કે જ્યારે એક્ર્ટેસ પોતાના પતિ સાથે પહોંચતી હતી તો તે સેફ ફીલ કરતી હતી, ત્યારે તેને કોઈ ઘૂરતું નહોતું. બાદમાં સની સ્પ્લિટ્સવિલા શોના નિર્માતાઓને પારસને ન બોલાવવાની વાત કહી હતી. સનીએ પારસને ઠરકી ગણાવ્યો હતો.

ક્યારેય પોતાના સંબંધ પર કોઈ નિવેદન નહિ
નાગિન ફેમ પવિત્રા પુનિયાને પણ પારસ ડેટ કરી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર હાલ બંનેની કેટલીય તસવીરો વાયરલ થઈ છે. જેનાથી તેની લવ સ્ટોરીનો ખુલાસો થયો હતો. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધ પર કોઈ નિવેદન નહોતું આપ્યું.

સંસ્કારી પ્લેબૉયની ઈમેજ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સમયે પારસ છાબડા આકાંક્ષા પૂરીને ડેટ કરી રહ્યો છે. આકાંક્ષા મુજબ બંનેનો સંબંધ સારો ચાલી રહ્યો છે. એટલું જ નહિ ઘર અંદર પારસની સંસ્કારી પ્લેબૉય છબી તેને બહુ પસંદ છે.

આકાંક્ષાએ જણાવ્યું પારસ વિનર
આકાંક્ષાએ કહ્યું કે શહનાજ અને માહિરા એક સાથે પાર માટે લડાઈ કરી રહ્યા છે. આ જોઈ હું હસવું રોકી નથી શકતી. શોમાં પારસ બહુ સારું કરી રહ્યો છે. જો તે બે લોકોમાં લડાઈ કરાવી શકે છે તો તે શોનો અસલી વિજેતા છે. પારસને શોમાં જોઈ હું બહુ ખુશ છું.












Click it and Unblock the Notifications
