બિગ બોસ લાઇવ: ફરીથી બગડ્યા બાબા.. પોતાને કહ્યા શેતાન

Subscribe to Oneindia News

બિગ બોસ સિઝન 10 દિન પ્રતિદિન રસપ્રદ બની રહ્યુ છે. પહેલા બિગ બોસના ઘરમાં સની લિયોનની એંટ્રી થઇ. ઘરમાં સનીની એંટ્રી પહેલા ઘરવાળાને એક ટાસ્ક આપવામાં આવ્યુ હતુ જેમાં ઘરવાળાએ સનીને ઇમ્પ્રેસ કરવાની હતી. આ ટાસ્કમાં લોપાની ટીમ જીતી જાય છે.

પરંતુ જ્યારે ઘરમાં સનીની એંટ્રી થઇ એ વખતે સ્વામીજીનું સની સાથે ચિપકવુ ઘરની યુવતીઓને ગમ્યુ નહિ. જ્યારે લોપા અને બાની બાબા પર તેમની આ હરકત પર ગુસ્સે થાય છે ત્યારે બાબા એમ કહે છે કે સની તેમની દીકરી છે.

સ્વામીજી

સ્વામીજી

હાલમાં ઘરમાં શરુ થઇ ચૂક્યુ છે લક્ઝરી ટાસ્ક. લક્ઝરી ટાસ્ક મુજબ આખા ઘરને ખાણમાં તબદીલ કરી દેવામાં આવ્યુ છે. આ ટાસ્કમાં રોહન બન્યો છે ખાણનો માલિક અને બધા ઘરવાળા છે રોહનના વર્કર.

ટાસ્ક પ્રમાણે બધા ઘરવાળાને માટીમાંથી સોનાના સિક્કા કાઢીને રોહનને આપવાના છે. જો રોહન બધા સિક્કા કાઢવામાં સફળ થઇ જાય તો તે ફરી એક વાર ઘરનો કેપ્ટન બની જશે.

ટાસ્ક દરમિયાન એક વાર ફરીથી નીતિભા સ્વામીજી પર તેમની કાલની હરકત પર ગુસ્સે થાય છે પરંતુ ઉલટાનું બાબા નીતિભાને ઘરમાંથી બેઘર કરવાની ધમકી આપે છે. આ તરફ બિગ બોસ લોપાને એક ગુપ્ત કાર્ય સોંપે છે.

લક્ઝરી ટાસ્ક

લક્ઝરી ટાસ્ક

બિગ બોસના ઘરમાં લક્ઝરી ટાસ્ક શરુ થઇ ચૂક્યુ છે. જે અંતર્ગત બધા ઘરવાળા વર્કર બની ગયા છે અને રોહન બન્યો છે ગોલ્ડ માઇંસનો માલિક.

સોનાના સિક્કા

સોનાના સિક્કા

આ ટાસ્કમાં બધા ઘરવાળા માટીમાંથી સોનાના સિક્કા શોધીને રોહનને સોંપે છે.

ગુપ્ત કાર્ય

ગુપ્ત કાર્ય

ટાસ્ક દરમિયાન બિગ બોસ લોપા અને મનુને એક ગુપ્ત કાર્ય સોંપે છે જેમાં તેમને રોહન પાસેના સિક્કા ચોરી કરવાના હોય છે.

મનુ

મનુ

લોપા મનુને ટાસ્ક વિશે કહે છે પરંતુ આ દરમિયાન મનુથી થઇ જાય છે એક ભૂલ.

નિયમની વિરુદ્ધ

નિયમની વિરુદ્ધ

લોપાને હેરાન કરવાના ચક્કરમાં મનવીર અને મોના સાથે મનુ ગુપ્ત કાર્ય વિશે ચર્ચા કરે છે કે જે નિયમની વિરુદ્ધ છે.

લોપા

લોપા

એક તરફ મનુ ગુપ્ત કાર્ય વિશે મોના અને મનવીરને જણાવે છે. તો બીજી તરફ લોપા રોહન પાસેથી સોનાના સિક્કા ચોરી કરવાની પૂરી કોશિશ કરે છે.

નીતિભા

નીતિભા

નીતિભા સ્વામીજીને સની લિયોનને ઝપ્પી કરવાને કારણે ગુસ્સે થાય છે તો સ્વામીજી નીતિભાને ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપે છે.

ઓમજી

ઓમજી

ઓમજી કહે છે કે સની તેમની દીકરી છે. વળી તેઓ રોહનની વાતનો જવાબ આપતા પોતાને શેતાન કહે છે.

આગામી કેપ્ટન

આગામી કેપ્ટન

જો લોપા રોહન પાસેથી સિક્કા ચોરી કરવામાં સફળ થશે તો આગળ મનુ અને લોપા વચ્ચે એક ટાસ્ક થશે. જે આ ટાસ્કમાં જીતશે તે ઘરનો આગામી કેપ્ટન નિયુક્ત કરાશે.

English summary
bigg boss 10 live rohan gets a chance to retain his captaincy
Please Wait while comments are loading...