બિગ બોસ 10: સની લિયોનનો આ એપિસોડ આજે ના જોયો તો કંઇ ના જોયુ
બિગ બોસ અપડેટ પ્રમાણે ઘરવાળા સની લિયોન દ્વારા આપવામાં આવેલ ટાસ્ક પૂરો કરવામાં લાગી ગયા છે. તમે પણ જાણો કે કેવી રીતે ઘરવાળા કરી રહ્યા છે સનીને ઇમ્પ્રેસ...
બિગ બોસ સિઝન 10 પોતાની ચરમ સીમાએ પહોંચી ગયુ છે. સની લિયોને બધા ઘરવાળાને લક્ઝરી ટાસ્ક કાર્ય સોંપ્યુ છે. જે અંતર્ગત તેમને કેટલાક એવા વીડિયો બનાવવાના છે જેનાથી સની ઇમ્પ્રેસ થઇ શકે.

ગયા એપિસોડમાં ટીમ બાની અને ટીમ લોપા બરાબરી પર હતા. લાઇવ અપડેટ મુજબ આજનો શો હશે જબરદસ્ત હોટ. એક તરફ ઘરમાં સનીની એંટ્રી થશે તો બીજી તરફ વીજે બાની પ્રતિયોગી ગૌરવ સાથે ઇંટીમેટ થતી નજરે પડશે.

લાઇવ અપડેટ મુજબ આજે ઘરમાં સની લિયોનની એંટ્રી થશે. સાથે જ તે પણ ખબર પડશે કે સનીને ઇમ્પ્રેસ કરવામાં કઇ ટીમ સફળ થઇ.

તમને જણાવી દઇએ કે જે ટીમ સનીને ઇમ્પ્રેસ કરવામાં અસફળ થશે તે આખી ટીમ ઘરમાંથી બેઘર થવા માટે નોમિનેટ થઇ જશે.

સનીને ઇમ્પ્રેસ કરવા માટે બંને ટીમો તન-તોડ મહેનત કરી રહી છે. જ્યાં એક તરફ બાની ગૌરવ સાથે ઇંટીમેટ થશે ત્યાં બીજી તરફ બાબા લોપા અને મોના સાથે બાથટબમાં નહાતા નજરે પડશે.












Click it and Unblock the Notifications
