Bigg Boss 13માં જામશે જંગ, જ્યારે રાખી સાવંત આ વ્યક્તિ સાથે એન્ટ્રી કરશે
તમે જ વિચારો કે બિગ બોસના ઘરમાં જો રાખી સાવંતને એન્ટ્રી થાય તો પછી શું થશે. તમને જણાવી દઈએ કે પોતાની વિચિત્ર વર્તણૂંકથી હંમેશા વિવાદ પેદા કરનારી રાખી સાવંત બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરવા તૈયાર છે
તમે જ વિચારો કે બિગ બોસના ઘરમાં જો રાખી સાવંતને એન્ટ્રી થાય તો પછી શું થશે. તમને જણાવી દઈએ કે પોતાની વિચિત્ર વર્તણૂંકથી હંમેશા વિવાદ પેદા કરનારી રાખી સાવંત બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરવા તૈયાર છે, તે પણ યુટ્યુબ સેલિબ્રિટી દીપક કલાલ સાથે.
જી હાં, આ એ જ દીપક કલાલ છે કે જે ગત વર્ષે રાખી સાવંત સાથે લગ્ન કરવાના હતા. રાખી એ કહ્યું હતું કે તે અમેરિકા જઈને દીપક સાથે લગ્ન કરવાની છે. જો કે બાદમાં બંનેએ લગ્ન અંગે ઈનકાર કરી દીધો. અને જબરજસ્ત ડ્રામા પણ ક્રિએટ કર્યો. હવે મળતી માહિતી અનુસાર રાખી અને દીપક બિગ બોસના ઘરમાં જોવા મળશે.
આવું અમે નથી કહી રહ્યા, પણ ખુદ રાખી સાવંત કહી રહી છે. રાખી સાવંતે દીપક કલાલ સાથે પોતાનો એક ફોટો શૅર કર્યો છે, જેના પરથી સ્પષ્ટ છે કે તે બંને બિગ બોસના ઘરમાં જવાના છે. આ તસવીરમાં લખ્યું છે કે રાખી સાવંત અને દીપક કલાલ બિગ બોસ 13માં. જો કે મેકર્સ તરફથી આ અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ જો આવું થયું તો દર્શકોનું શું થશે, તે વિચારી પણ નથી શકાતું.
આ પણ વાંચો: રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ, સોશિયલ મીડિયા પર મળી ગાળો
તમને જણાવી દઈએ કે રાખી સાવંત પહેલીવાર બિગ બોસનો ભાગ નથી બની રહી. આ પહેલા પણ તે પાર્ટિસિપેટ કરી ચૂકી છે. બિગ બોસના અત્યાર સુધીના કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ન્ટની લિસ્ટમાં રાખીનું નામ સામેલ છે. શું તમે જાણો છો કે બિગ બોસમાં એવા કયા કોન્ટ્રોવર્શિયલ કનેસ્ટન્ટ છે, જેને દર્શકો સહન નથી કરી શક્તા?

ઈમામ સિદ્દિકી
ઈમામ સિદ્દિકીએ પોતાની બોલ્ડ હરકતોથી બધાને પરેશાન કરી દીધા હતા. આખરે તેમને બિગ બોસના ઘરમાંથી કાઢી મૂકાયા હતા.

ઓમ સ્વામી
બિગ બોસમાં ઓમ સ્વામીના ખરાબ વર્તને સલમાન ખાનને પણ પરેશાન કર્યા હતા. તેમને પણ ઘરમાંથી કાઢી મૂકાયા હતા.

કમલા આર ખાન
કમાલ આર ખાનને પણ બિગ બોસે પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેઓ વારંવાર ચેતવણી મળવા છતાંય ઘરમાં ગાળાગાળી કરતા હતા.

ડોલી બિન્દ્રા
તમામ કન્ટેન્સ્ટન્ટે મળીને વોટિંગ દ્વારા ડોલી બિન્દ્રાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તે ખૂબ જ લાઉડ કન્ટેન્સ્ટન્ટ રહી હતી.

વીણા મલિક
અસ્મિત પટેલ સાથે પોતના બોલ્ડ સીનને કારણે વીણા મલિક બિગ બોસની સૌથી વિવાદિત કન્ટેન્સ્ટન્ટ રહી છે.

રાખી સાવંત
રાખી સાવંતના લાઉડ વ્યવહારન કારણે પરેશાન તમામ કન્ટેસ્ટન્ટે તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, તો રાખી કાશ્મીર શાહની અંગત લાઈફના ચીંથરા ઉડાડી દીધા હતા.

પ્રિયંકા જગ્ગા
પ્રિયંકા જગ્ગાએ પણ પોતાની તમામ મર્યાદા વટાવી દીધી હતી. બાદમાં તેણે સલમાન સાથે પણ ખરાબ વર્તણૂંક કરી હતી. આ વર્તનને કારણે તેમને ઘરમાંથી કાઢી મૂકાયા હતા.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
