For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BB14: બિગ બૉસ હાઉસમાં કુમાર સાનૂના પુત્રએ કેમ મરાઠી લોકોની માફી માંગી? જાણો સમગ્ર વિવાદ

બિગ બૉસ હાઉસના કંટેસ્ટન્ટ અને ગાયક કુમાર સાનુના દીકરા જાન કુમાર સાનુએ પણ મરાઠી ભાષા પર કરેલી પોતાની ટિપ્પણી બાદ માફી માંગી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસ શો હંમેશા જ વિવાદોમાં રહે છે. બિગ બૉસ 14માં ભાઈ-ભત્રીજાવાદની ચર્ચા બાદ હવે જાન કુમાર સાનુની મરાઠી ભાષા પર કરવામાં આવેલી ટિપ્પણીથી ઘણા લોકો અકળાયા છે. વધતા વિવાદ વચ્ચે કલર્સ ટીવીએ પોતાના સોશિયલ મીડિયા પેજોના માધ્યમથી મરાઠી મહારાષ્ટ્રમાં રહેતા લોકોની માફી માંગી છે. ત્યારબાદ બુધવારે ટેલીકાસ્ટ થયેલ એપિસોડમાં બિગ બૉસ હાઉસના કંટેસ્ટન્ટ અને ગાયક કુમાર સાનુના દીકરા જાન કુમાર સાનુએ પણ મરાઠી ભાષા પર કરેલી પોતાની ટિપ્પણી બાદ માફી માંગી છે.

નેશનલ ટીવી પર માંગી માફી

નેશનલ ટીવી પર માંગી માફી

બિગ બૉસે જાન કુમારને કન્ફેશન રૂમમાં બોલાવીને કોઈ ધર્મ, જાતિ અને ભાષાની આવી ટિપ્પણી કરવા અંગે સચેત કર્યો. મરાઠી ભાષા વિશે આપેલા પોતાના નિવેદન પર નેશનલ ટેલીવિઝન પર માફી માંગતા જાન કુમાર સાનુએ કહ્યુ મે જાણે અજાણે મરાઠી ભાષા વિશે કંઈ ખોટુ કહી દીધુ છે જે મારે ન બોલવુ જોઈએ. મે જે પણ ભૂલ કરી છે તેના પર મને દુઃખ છે.. અને ગંભીરતાપૂર્વક પોતાની ભૂલ માટે મહારાષ્ટ્ર અને મરાઠી લોકોની માફી માંગુ છુ.

શું કહ્યુ હતુ જાન કુમાર સાનૂએ

બિગ બૉસના મંગળવાર(27 ઓક્ટોબર)ના એપિસોડમાં જાને મરાઠી ભાષા માટે કહ્યુ હતુ કે તેને આ ભાષાથી ચીડ છે. જાન કુમાર સાનુએ આ નિવેદન ત્યારે આપ્યુ જ્યારે ઘરમાં રેડ ઝોનમાં રાહુલ વૈદ્ય અને નિક્કી તંબોલી મરાઠી ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન જાન સાનૂએ ગુસ્સામાં કહ્યુ કે મારી સામે મરાઠીમાં વાત ના કરો, મને આનાથી ચીડ છે. જો હિંમત હોય તો હિંદીમાં વાત કરો.

MNSએ વ્યક્ત કરી નારાજગી

MNSએ વ્યક્ત કરી નારાજગી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સભ્ય અમેય ખોપકરે ટ્વિટ કરીને લખ્યુ હતુ - 'જાન કુમાર સાનૂ જો 24 કલાકમાં માફી નહિ માંગે તો બિગ બૉસ શોનુ શૂટિંગ થવા દેવામાં નહિ આવે અને જાન કુમાર સાનૂને કામ કેવી રીતે મળે છે તે અમે આગળ જોઈ લઈશુ. હું જોઉ છુ મુંબઈમાં રહીને તારુ કરિયર કેવી રીતે બને છે. બહુ જલ્દી તને ચીડ પણ થશે. અમે મરાઠી લોકો તને ટીપીશુ.' ત્યારબાદ કલર્સ ટીવીએ ટ્વિટના માધ્યમથી અધિકૃત રીતે માફી માંગી હતી. કલર્સ ટીવીએ લખ્યુ, 'અમે 27 ઓક્ટોબર, મંગળવારે પ્રસારિત બિગ બૉસના એપિસોડમાં મરાઠી ભાષા વિશેની ટિપ્પણી માટે માફી માંગીએ છીએ. અમારો મહારાષ્ટ્રના લોકોી ભાવનાઓન ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો.'

દરેક નાગરિકને ફ્રીમાં મળશે કોરોનાની વેક્સીનઃ પીએમ મોદીદરેક નાગરિકને ફ્રીમાં મળશે કોરોનાની વેક્સીનઃ પીએમ મોદી

English summary
Bigg Boss 14: Jaan Kumar Sanu apologised for Marathi comment controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X