
બિગ બૉસમાં થવાની છે રાખી સાવંતની એન્ટ્રી : બેદી
મુંબઈ, 31 ઑક્ટોબર : કલર્સનો બહુચર્ચિત શો બિગ બૉસ 6 હવે પૂરા શબાબ ઉપર છે. પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રાજકારણ તેમજ ખટપટ ચાલુ છે. બીજી બાજુ આ શો અંગે એક જોરદાર ખુલાસો થયો છે. બિગ બૉસ સીઝન 5ની ખાસ પ્રતિસ્પર્ધી પૂજા બેદીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે આ વખતના બિગ બૉસ 6માં આ અઠવાડિયે આયટમ ગર્લ રાખી સાવંતની એન્ટ્રી થવા જઈ રહી છે.
પૂજાએ પોતાનાં ટ્વિટર પર લખ્યું છે કે રાખી સાથે તેની મુલાકાત ઍરપોર્ટે થઈ હતી. ત્યાં રાખીએ તેને બતાવ્યું કે તે બિગ બૉસ શોમાં સલમાન ખાનને મળવા જવાની છે. જોકે રાખી સાવંત શોના સેટ સુધી જ સીમિત રહેશે કે પછી બિગ બૉસ હાઉસની અંદર પ્રવેશ કરશે. તે અંગે પૂજાએ કશો ખુલાસો કર્યો નથી.
આપને જણાવી દઇએ કે પૂજા બેદી અને રાખી સાવંત ભૂતકાળમાં બંને જ શોનો ભાગ રહી ચુકી છે. પૂજા બેદી છેલ્લી સીઝનમાં દેખાઈ હતી, તો રાખી પ્રથમ સીઝનમાં નજરે પડી હતી.
ગત સીઝનમાં પણ અનેક મહેમાનોએ બિગ બૉસમાં વચ્ચે એન્ટ્રી કરી હતી. તેમાં સ્વામી અગ્નિવેશ, સન્ની લિયોન અને મહેશ ભટ્ટ મુખ્ય હતાં. જોઇએ કે રાખીની એન્ટ્રી શોની ટીઆરપી ક્યાં લઈ જાય છે?