Pics : જાણો કોણ છે આશકાના ગર્લફ્રેન્ડ!
મુંબઈ, 11 ડિસેમ્બર : બિગ બૉસમાં દર વર્ષે કોઈને કોઈ નવા વિવાદો પૈદા થાય છે અને થાય પણ કેમ નહીં? આખરે બિગ બૉસની ટીઆરપી આ વિવાદોના પગલે જ તો વધે છે. બિગ બૉસ 6ના ઘરે આ રવિવારે કંઇક એવું જ થયું કે જે જોઈ દર્શકોને મજા તો ખૂબ આવી, પરંતુ હવે તે એક મોટા વિવાદ તરીકે ઉપસતું લાગે છે. થયું એમ કે આ શનિવારે જ્યારે વ્રજેશ અને આશકા ઘરમાંથી જતા રહ્યાં, તો બીજા દિવસે રવિવારે આશકા અને સના એક-બીજાની ખૂબ નજીક નજરે પડ્યાં. બંને વચ્ચેની નિકટતાએ લોકોને શૉક્ડ કરી નાંખ્યાં. સના પોતાના પગમાંથી કંઈક રૅશેસ બતાવી તેમને સ્ક્રેચ કરવા લાગે છે. સ્ક્રેચ કરતાં જોઈ આશકા તેમને એવું કરવાથી રોકે છે.
આશકાને ગુસ્સો આવે છે અને તે સન્ના પર ચીસ પાડીને રોષે ભરાય છે. પછી ગુસ્સામાં સના પોતાના બેડ પર ધાબળામાં સુઈ ગયાં અને ત્યારે જ આશકાએ આવી સનાને કમ્ફર્ટ ફીલ કરાવવા માટે પોતે પણ તે જ ધાબળું ઓઢી લીધું. પછી આશકાએ સનાના ગાલે કિસ કરી તથા સાથે જ ધાબળાની અંદર જ તેમને ખૂબ આત્મીયતા સાથે ગલે લગાડી. આશકા અને સના આ રીતે નેશનલ ટેલીવિઝન પર ઇંટીમેટ થતાં સૌ દંગ રહી ગયાં. એમ તો આ અગાઉ પણ આપે જોયું હશે કે આશકાના ઘરથી ગયા બાદ સના પોતાને કેટલાં એકલવાયાં અનુભવવા લાગ્યા હતાં. અહીં સુધી કે તેમણે એક વાર સલમાન ખાનને જણાવ્યં કે આશકા ખૂબ સ્પેશિયલ છે અને તેમની બરોબરી કોઈ નથી કરી શકતું, પરંતુ કોઈનેય એ ખબર નહોતી કે આશકા અને સનાની મૈત્રી એટલી નિકટવર્તી છે. ખેર, અમને તો આ વાતની ચિંતા છે કે હમણાં-હમણાં તો વિશાલ અને સના વચ્ચે પૅચઅપ થયું છે. હવે ક્યાંક આશકા અને સના વચ્ચે ઓછુ થતું અંતર વિશાલ તથા સનાના સંબંધોને કોઈ નવા વળાંકે ન પહોંચાડી દે.

સના અને આશકા
ગત રવિવારના એપિસોડમાં સના અને આશકાની મૈત્રી એક અલગ જ સ્વરૂપે નજરે પડી.

સના અને આશકા
કઈ વાતે આશકા સન્ના ઉપર ગુસ્સે ભરાયાં. સના દુઃખી થઈ પોતાના બેડ ઉપર જઈ સુઈ ગયાં. પછી આશકાએ આવી તેમને રિઝવી લીધાં.

સના અને આશકા
આશકા પણ સના સાથે તેમના બેડ પર ધાબળામાં સુઈ ગયાં અને તેમને રિઝવવા લાગ્યાં. બંનેનું મોઢું ધાબળામાં છુપાઈ ગયું.

સના અને આશકા
આશકાએ સૌપ્રથમ સનાના આંસુ લુછ્યાં અને પછી તેમને સમજાવવા લાગ્યાં કે તેમણે આવું કેમ કર્યું.

સના અને આશકા
આશકાએ સનાને કિસ કરી તથા પછી તેમની સાથે ધાબળામાં જ સુઈ ગયાં. તેમની આ પ્રકારની નિકટતા જોઈ તમામ લોકો શૉક્ડ હતાં.












Click it and Unblock the Notifications
