બિગ બૉસ 7 : મિડ-વીક એવિક્શનમાં કુશાલ ટંડન આઉટ!
લોનાવાલા, 18 ડિસેમ્બર : કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસ 7 હવે ફિનાલેથી થોડોક જ દૂર છે. આ સપ્તાહના આરંભે શોના સ્પર્ધક અરમાન કોહલીએ જેલ જવુ પડ્યું અને પછી બેલ લઈ તેઓ પાછા બિગ બૉસમાં પરત ફર્યાં. અરમાનને પરત ફરતા જોઈ લોકો આશ્ચર્યમાં હતાં, પરંતુ આજે શોમાં જે થવાનું છે, તે જોઈ તો લોકો એકદમ સ્તબ્ધ જ રહી જશે. આજે શોમાં મિડ-વીક એવિક્શન હેઠળ કુશાલ ટંડન શોમાંથી આઉટ થઈ જશે. તેમને લોકો તરફથી ઓછા વોટ મળશે અને પછી હોસ્ટ સલમાન ખાન કુશાલ ટંડન આઉટ થવાની જાહેરાત કરશે. કુશાલ આઉટ થતા તેમના કથિત પ્રેમિકા ગૌહર ખાન પણ સ્તબ્ધ રહી જશે.
નોંધનીય છે કે ટેલીવિઝન કલાકાર કુશાલ ટંડન અગાઉ પણ વીજે ઍન્ડી સાથે મારઝુડ કરવા અને તનીષા મુખર્જીને અપશબ્દ કહેવાના કારણે શોમાંથી સજા તરીકે બહાર કરી દેવાયા હતાં. કુશાલ આઉટ થવાના કારણે ગૌહર પણ શો છોડી જતા રહ્યા હતાં, પરંતુ પછી ગૌહર અને કુશાલને મનાવી લેવાયા અને કુશાલાની રી-એન્ટ્રી થઈ ગઈ હતી. હવે શોની અંદર સંગ્રામ સિંહ, તનીષા મુખર્જી, અરમાન કોહલી, વીજે ઍન્ડી, એઝાઝ તથા ગૌહર ખાન બચ્યાં છે. આવનારા દિવસોમાં ખૂબ જ આશ્ચર્યજનક પરિણામો આવનાર છે.
ચાલો હાલ તો આપને બતાવીએ કુશાલ ટંડનની બિગ બૉસ 7માં તસવીરી સફર :

પીવાની સમસ્યા દર્શાવતા કુશાલ
1લો દિવસ - તનીષા મુખર્જી સમક્ષ પોતાની પાણી પીવાની સમસ્યા વ્યક્ત કરતાં કુશાલ ટંડન

કુશાલ-કામ્યા
2જો દિવસ - ચર્ચા કરતાં કુશાલ-કામ્યા.

શિલ્પા-કુશાલ
11મો દિવસ - કુશાલ સાથે મૈત્રી ભાવે ભેંટતા શિલ્પા અગ્નિહોત્રી.

અરમાને કર્યું સ્વાગત
11મો દિવસ - કુશાલનું સ્વાગત કરતાં અરમાન કોહલી.

ગૌહર-કુશાલ
15મો દિવસ - ગૌહરનો મૂડ હળવો કરવાનો પ્રયત્ન કરતાં કુશાલ.

ગૌહર-કુશાલ
15મો દિવસ - ગૌહર-કુશાલની લવ સ્ટોરી ડિસ્કસ.

તનીષા સાથે
15મો દિવસ - તનીષા સાથે ગૌહર અને કુશાલ.

ગૌહર-કુશાલ
17મો દિવસ - ચર્ચા કરતાં ગૌહર-કુશાલ.

કુશાલ-ગૌહર
18મો દિવસ - કુશાલ અને ગૌહરને જહાન્નુમમાં મોકલાયાં.

કુશાલને મિસ કરતા ગૌહર
25મો દિવસ - કુશાલને મિસ કરતાં ગૌહર.

ઍન્ડી વચ્ચે પડ્યાં
31મો દિવસ - ગૌહર અને કુશાલની ક્લોઝનેસ અંગે ગૌહર સાથે વાત કરતાં વીજે ઍન્ડી.

સજા કરતાં કુશાલ
36મો દિવસ - વિવેક અંગે સજા આપતાં કુશાલ.

મશ્કરી
36મો દિવસ - વિવેક અંગે મશ્કરી કરતાં કુશાલ.

કુશાલ-કામ્યા
37મો દિવસ - કામ્યાને શાંત કરવાનો પ્રયત્ન કરતાં કુશાલ.

દિવાળ ઓળંગવાની કોશિશ
38મો દિવસ - દિવાળ ઓળંગવાની કોશિશ કરતાં કુશાલ.

ગૌહર અપસેટ
38મો દિવસ - કુશાલ અંગે ગૌહર ખાન થયાં અપસેટ.

કુશાલ-તનીષા
38મો દિવસ - કુશાલને ધક્કો મારતાં તનીષા.

ભવિષ્યવાણી
40મો દિવસ - કુશાલનું ભવિષ્ય જોતાં બાબા.

બહાર જવાની તૈયારી
45મો દિવસ - બિગ બૉસ દ્વારા આઉટ કરાતા બહાર જવા માટે પૅક-અપ કરતાં કુશાલ ટંડન.

ઝગડો
45મો દિવસ - વીજે ઉપર હુમલો કરતાં કુશાલને રોકવાનો પ્રયત્ન કરતાં ગૌહર.

પિત્તો ગુમાવ્યો
45મો દિવસ - વીજે સાથેના ઝગડામાં પિત્તો ગુમાવતાં કુશાલ.

ખોળામાં ગૌહર
45મો દિવસ - ગૌહરને ખોળામાં ઉંચકી બિગ બૉસના ઘરમાંથી બહાર આવતાં કુશાલ.

ઉદાસ ગૌહર-કુશાલ
45મો દિવસ - બિગ બૉસ દ્વારા આઉટ કરાતાં ઉદાસ ગૌહર અને કુશાલ.

ભૂલી જશે ઍન્ડી?
67મો દિવસ - શું ઍન્ડી કાયમ માટે કુશાલને ભૂલી જશે?

ભેંટી પડ્યાં ગૌહર
67મો દિવસ - બિગ બૉસમાં કુશાલ પરત ફરતાં ખુશીમાં કુશાલને ભેંટી પડતાં ગૌહર.

કુશાલ-અરમાન
72મો દિવસ - ટાસ્ક કરતાં કુશાલ-અરમાન.

કુશાલ-અરમાન-ગૌહર
73મો દિવસ - ટાસ્ક દરમિયાન અરમાન, કુશાલ અને ગૌહર.

ફન ટાઇમ
73મો દિવસ - ગૌહર અને કુશાલ મસ્તી કરતાં જણાય છે.

મધ્યસ્થી
79મો દિવસ - એઝાઝ અને અરમાનના ઝગડામાં મધ્યસ્થી કરતાં કુશાલ.

અરમાન-કુશાલ બાઝ્યાં
79મો દિવસ - ગૌહર મુદ્દે બાઝી પડતાં અરમાન અને કુશાલ.

ઉગ્ર કુશાલ
80મો દિવસ - અરમાન સાથે ઝગડામાં ઉગ્ર કુશાલ.

ઉગ્ર અરમાન
80મો દિવસ - કુશાલ સાથે ઝગડામાં ઉગ્ર અરમાન.

કુશાલ-ગૌહર
બિગ બૉસ 7માં કુશાલ ટંડન અને ગૌહર ખાનની મૈત્રી ચર્ચાનો વિષય બની ગઈ હતી.

કુશાલ-તનીષા
તનીષા મુખર્જીને નૉકઆઉટ કરવા માંગતા હતાં કુશાલ.

ગૌહર-કુશાલ
92મો દિવસ - ગૌહર અને કુશાલ વચ્ચે દલીલો.

ગૌહર-કુશાલ
92મો દિવસ - ગૌહર અને કુશાલ વચ્ચે દલીલો

અવગણના
92મો દિવસ - ગૌહરની અવગણના કરતાં કુશાલ.

નતમસ્તક કુશાલ
92મો દિવસ - ગૌહર સમક્ષ નતમસ્તક થઈ જાય છે કુશાલ અને માફી માંગે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
