For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હસાતા હૈ, રુલાતા હૈ, સિખાતા ભી હૈ બિગ બૉસ House

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑક્ટોબર : બિગ બૉસનું ઘર એક એવું ઘર છે કે જેમાં જુદા-જુદા વ્યવહાર ધરાવતા અને વિચારસરણી ધરવતા લોકો આવે છે અને પોતાની જિંદગીના ત્રણ મહીના એક સાથે એક છત નીચે પસાર કરે છે. સ્વાભાવિક છે કે જુદી-જુદી વિચારસરણીના પગલે તેમને વચ્ચે સામાન્ય રીતે ઝગડાં પણ થાય છે અને ઘણી વખત આ ઝગડાં પોતાની હદો પણ ઓળંગી નાંખે છે, પરંતુ બીજી બાજુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ પોતાની સમજણના સથવારે આ ઝગડાં રોકવાની કોશિશ કરે છે.

સરવાળે બિગ બૉસનું આ ઘર તેમાં રહેતા સ્પર્ધકોને ઘણુ બધુ શીખવાડી પણ જાય છે કે ત્યાંથી ગયા બાદ પણ સ્પર્ધકોની યાદોમાં તે બાબતો રહી જાય છે. એમ કહેવું ખોટુ નહીં ગણાય કે બિગ બૉસનું ઘર એક ક્લાસ છે અને સલમાન ખાન તેના ટીચર છે કે જેઓ દર શનિવાર-રવિવારે આવી સ્પર્ધકોને સારી-નરસી બાબતથી રૂબરૂ કરાવે છે.

માત્ર સ્પર્ધકો જ નહીં, પણ દર્શકો માટે પણ બિગ બૉસ એક એવો શો છે કે જેમાં તેઓ જીવનની કેટલીક ખૂબ જ ઉંજી અને મહત્વની બાબતો શીખી શકે છે. તો આવો અત્યાર સુધી બિગ બૉસ 8માં આપવામાં આવેલા કેટલાક ખાસ બોધપાઠો પર ચર્ચા કરીએ. શક્ય છે કે આવા બોધપાઠ તમારી જિંદગીમાં પણ ક્યાંકને ક્યાંક પરિવર્તન લાવી શકે છે.

સ્ત્રીઓનું સન્માન કરો

સ્ત્રીઓનું સન્માન કરો

બિગ બૉસ 8માં પહેલા જ ટાસ્કમાં બતાવાયું કે જ્યારે એક છોકરીને ગાળ આપવામાં આવી, તો સૌ છોકરીઓ પોતાનું ટાસ્ક છોડી તેની સાથે ઊભી થઈ ગઈ. અહીં સુધી કે છોકરાઓએ પણ છોકરીનો જ સાથ આપ્યો અને જેણે તેને ગાળ આપી હતી, તેનો બહિષ્કાર કર્યો. સરવાળે આપણે મહિલાઓની ઇજ્જત કરવી જોઇએ અને તેમની સાથે થતા ખોટા વ્યવહાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ.

ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવો

ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવો

ખોટુ છોકરો કરે કે છોકરી, બંને વિરુદ્ધ અવાજ ઉઠાવો. જો એક છોકરો કોઈ છોકરીને ગાળ આપે, તો ખોટુ છે અને જો એક છોકરી કોઇક છોકરાને ગાળ આપે કે હાથ ઉપાડે, તો તે પણ ખોટું છે. માત્ર પોતાના મિત્રો અને સંબંધીઓ માટે જ નહીં, પણ જે કંઇ પણ ખોટું થાય, તેની વિરુદ્ધ અવાજ ઉઠાવો.

સ્વચ્છતાનું ખ્યાલ રાખો

સ્વચ્છતાનું ખ્યાલ રાખો

બિગ બૉસના ઘરમાં લોકો સ્વચ્છતાનું ખૂબ જ ખ્યાલ રાખે છે. આપણે પણ રોજિંદા જીવનમાં પોતાના ઘરના દરેક ખૂણા અને આસપાસની જગ્યાની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઇએ.

પાણી બચાવો

પાણી બચાવો

બિગ બૉસ 8માં પ્રારંભના કેટલાક દિવસો ઘરના લોકોએ પાણી પીવા માટે ટાસ્ક કરવું પડ્યું. તેમાંથી આપણને બોધપાઠ મળે છે કે આપણે પાણીને બર્બાદ ન કરી તેની બચત કરવી જોઇએ.

ભોજન બર્બાદ ન કરો

ભોજન બર્બાદ ન કરો

બિગ બૉસના ઘરમાં હજીય લિમિટેડ ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. કિચન ટીમે એ બાબતનું ધ્યાન રાખવું પડે છે કે ખાવાનું વ્યર્થ ન બગડે અને આખુ અઠવાડિયું તેટલી જ સામગ્રીમાં ચાલી જાય.

દરેક સવારનું સસ્મિત સ્વાગત કરો

દરેક સવારનું સસ્મિત સ્વાગત કરો

બિગ બૉસ 8ની દરેક સવારની શરુઆત ગીત સાથે થાય છે. દરેક સ્પર્ધક હસતા-સ્મિત ફરકાવતાં અને નાચતા દિવસની શરુઆત કરે છે. આપણે પણ દર રોજ સવારની શરુઆત હસતા અને સ્મિત સાથે કરવી જોઇએ.

પરિવાર-મિત્રોનું મહત્વ જાણો

પરિવાર-મિત્રોનું મહત્વ જાણો

બિગ બૉસના ઘરમાં લોકો પોતાના સંબંધીઓ, પરિવાર તથા મિત્રોથી દૂર રહે છે. દરેક પળે તેમની યાદ તેમને સતાવે છે. તેથી જો તમે આજે પોતાનાઓની સાથે છો, તે તેની કદર કરો અને તેમને બહુ બધો પ્રેમ આપો. શી ખબર કાલે કોણ-ક્યાં હોય?

હળીમળીને રહેવાની કોશિશ કરો

હળીમળીને રહેવાની કોશિશ કરો

બિગ બૉસના ઘરમાં જુદી-જુદી વિચારસરણી ધરાવતા લોકો એક છત નીચે રહે છે. આ વાત આપણને શીખવે છે કે આપણે લોકો સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરવી જોઇએ. જરૂરી નથી કે જીવનના દરેક વળાંકે આપણને આપણા મુજબના લોકો મળે.

English summary
Bigg Boss 8 gives lessons to its participants and to its viewers as well. Bigg Boss house is like a institution to everyone. Salman tells participants whats right and whats wrong by the end of the week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X