SidNaaz Wedding: બિગ બૉસ કપલ સિદ્ધાર્થ શુક્લા - શહેનાઝ ગિલે કર્યા ચૂપચાપ લગ્ન?
વિશ્વસનીય સૂત્રોની માનીએ તો બિગ બૉસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ચોરી ચૂપકે 2020માં જ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે.
બૉલિવુડ અને ટીવી જગતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને વિશ્વસનીય સૂત્રોની માનીએ તો બિગ બૉસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ચોરી ચૂપકે 2020માં જ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. આ લગ્ન લૉકડાઉન દરમિયાન થયા છે. ડિસેમ્બરમાં જ ફેન્સના ફેવરેટ SidNaaz પતિ પત્ની બની ચૂક્યા છે. જો કે ખબરીની માનીએ તો આ લગ્ન માત્ર કોર્ટમાં થયા છે અને હજુ પારંપરિક રીતે બેંડ બાજા બારાત સાથે બંનેએ સાથ ફેરા લેવાના બાકી છે.

લગ્નને સિક્રેટ રાખવા માંગે છે
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના અફેરની ચર્ચા એક વર્ષથી છે પરંતુ બંનેએ હંમેશા પોતાના સંબંધો પર મૌન સાધ્યુ છે. બિગ બૉસ ખતમ થયા બાદથી બંને હંમેશાથી જ સાથે દેખાય છે. હાલમાં સિદ્ધાર્થ અને શહેનાઝ બંને પોતાના લગ્નને સિક્રેટ રાખવા માંગે છે અને પોતાના કામ પર ફોકસ કરવા માંગે છે.

બિગ બૉસમાં થઈ મુલાકાત
સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની મુલાકાત બિગ બૉસ સિઝન 13માં થઈ. આ સિઝનમાં સિદ્ધાર્થ અને શહેનાઝની દોસ્તી બધાને હંમેશા દોસ્તીથી વધુ જ લાગી. વળી, ફેન્સને આ જોડી ખૂબ જ ગમવા લાગી. તેમની નોંકઝોંકથી લઈને પ્રેમ સુધી બધુ ફેન્સને ગમતુ હતુ. આ સિઝન દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલને ફેન્સે એક કપલ માની લીધુ અને તેમની જોડીનુ નામ પડી ગયુ સિડનાઝ. ત્યારબાદથી તો સિડનાઝ ટ્રેન્ડ થવા લાગે છે.

કર્યો પ્રેમનો ઈઝહાર
શહેનાજ ગિલે બિગ બૉસ દરમિયાન જ પોતાના પ્રેમનો ઈઝહાર કરીને બતાવ્યુ હતુ કે તે સિદ્ધાર્થને ખૂબ જ પ્રેમ કરે છે. જો કે શહેનાઝ એ વખતે માત્ર 24 વર્ષની હતી. માટે બિગ બસના ઘરમાં બધાને આ જોડી ઘણી અટપટી લાગી.

થઈ ગઈ ફ્રેન્ડઝોનથી બહાર
જેવો શહેનાઝે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો, સિદ્ધાર્થ શુક્લાએ તેને ફ્રેડઝોનમાંથી બહાર કાઢી દીધી અને તેનાથી થોડુ અંતર જાળવવા લાગ્યો. તેનુ માનવુ હતુ કે શહેનાઝ હજુ નાની છે. બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ઘણી વાર સાથે દેખાવા લાગ્યા. વળી, તેમની પાસે પ્રોજેક્ટસની પણ ભરમાર થઈ ગઈ. બંને સાથે ઘણી વાર એરપોર્ટ પર દેખાવા લાગ્યા.

અઢળક મ્યુઝિક વીડિયો
સિડનાઝની લોકપ્રિયતાને જોઈને ઘણી મ્યુઝિક કંપનીઓએ તેમની સાથે મ્યુઝિક વીડિયો બનાવ્યા. આ બંનેના મ્યુઝિક વીડિયો રિલીઝ થતા જ ટ્રેન્ડ થવા લાગે છે. તેમની જોડી ફેન્સને એટલી વધુ પસંદ છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના અમુક મ્યુઝિક વીડિયોએ તો રેકોર્ડ તોડીને ફેન્સને ખુશ કરી દીધા. આ વીડિયોની વ્યુઅરશિપ ઘણા મિલિયનમાં છે.

સૌથી પહેલી કેક તેણે શહેનાઝ ગિલ સાથે કાપી
હાલમાં જ સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલના જન્મદિવસે તેના માટે એક પાર્ટી રાખી. આ પૂલ પાર્ટીમાં સિદ્ધાર્થ શુક્લા, શહેનાઝને પૂલમાં ફેંકતા દેખાયા હતા. જ્યારે સિદ્ધાર્થ શુક્લાએ પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો તો સૌથી પહેલી કેક તેણે શહેનાઝ ગિલ સાથે કાપી. ત્યારથી અફવાઓ હતી કે તેની દોસ્તી હવે ઘણી આગળ વધી ચૂકી છે.












Click it and Unblock the Notifications
