નાના પડદે જામી શકે નાના, તો ગોવિંદા-અમીષાએ પણ અજમાવવી જોઇએ કિસ્મત...

મુંબઈ, 15 જુલાઈ : નાનો પડદો કેટલો શક્તિશાળી છે? આ સવાલ જઈને પૂછો શાહરુખ ખાનને. આ સવાલ જઈને પૂછો અમિતાભ બચ્ચનને. શાહરુખ ખાન આજે બૉલીવુડના બાદશાહ છે અને તે નાના પડદાની બદોલત. ફૌજી અને સર્કસ જેવા ટીવી શોમાંથી જ શાહરુખને ફિલ્મોનો રાહ મળ્યો હતો, તો બીજી બાજુ અમિતાભ બચ્ચનનુ સ્ટારડમ જ્યારે ઝાંખુ થઈ ગયું, ત્યારે તેમને કેબીસી જેવા શો દ્વારા સહારો આપનાર પણ નાનો પડદો જ હતો.

આ વાત એટલા માટે કહેવામાં આવી છે, કારણ કે આજે પણ બૉલીવુડના અનેક સ્ટાર્સ નિષ્ફળતા પામી કે પછી ઑન-ડિમાંડ નાના પડદે વળી રહ્યા છે, તો અનેક ટેલીવિઝન સ્ટાર્સને મોટા પડદે કામ કરવાની તક મળી રહી છે. આજે અમે કેટલાક એવા સ્ટાર્સની વાત કરવા જઈ રહ્યાં છે કે જેમણે ફિલ્મોમાં એટલે કે મોટા પડદે ચમકવાનું કાં તો બંધ કે ઓછુ કરી દીધું છે અથવા તો તેમનું કૅરિયર બરાબર નથી ચાલી રહ્યું અને તેથી જ આવા સ્ટાર્સને એક્ટિંગ કરતા જોવાનો લ્હાવો તેમના ફૅન્સ ચુકી રહ્યાં છે. આવા સ્ટાર્સે હવે નાના પડદા તરફ વળવું જોઇએ.

સૌ પ્રથમ વાત કરીએ નાના પાટેકરની. અંકુશ અને તેના પછી ઘણી બધી તેના જેવી જ ફિલ્મો દ્વારા અભિનય-કૌશલ્યના ઓજસ પાથરનાર નાના પાટેકરે તાજેતરના દાયકામાં વેલકમ જેવી કૉમેડી ફિલ્મ અને કેટલીક થ્રિલર ફિલ્મો પણ કરી છે, પરંતુ તેઓ બહુ વધારે સંખ્યામાં હવે ફિલ્મો નથી કરતાં. તેથી નાના પાટેકર જેવા કુશળ કલાકારે ટીવી તરફ વળવુ જોઇએ કે જેથી ફૅન્સ તેમની એક્ટિંગનો લ્હાવો માણી શકે. આવા એક્ટર્સની યાદીમાં આપણે અમીષા પટેલ કે ગોવિંદા જેવા ફ્લૉપ સ્ટાર્સનો પણ સમાવેશ કરી શકીએ.

ચાલો તસવીરો સાથે જોઇએ એવા એક્ટર્સ કે જેમણે નાના પડદે વળવું જોઇએ :

ગોવિંદા

ગોવિંદા

બૉલીવુડ એક્ટર્સની વાત કરીએ, તો ગોવિંદા આજે પણ ફિલ્મોમાં સક્રિય છે. જોકે તેઓ નાના પડદે ચિલ્ડ-આઉટ પિતાનો રોલ કરી શકે છે.

સંગીતા બિજલાણી

સંગીતા બિજલાણી

એક સમયે સલમાનના ગર્લ-ફ્રેન્ડ અને આજે પણ જાજરમાન દેખાતાં સંગીતા બિજલાણી પાસે કમબૅક માટે કોઈ ફિલ્મ નથી. તેમને પણ નાના પડદે સાસુ કે તેના જેવા રોલ મળી શકે છે.

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના

અક્ષય ખન્નાને કોણ પ્રેમ નથી કરતું? તેઓ ક્યૂટ અને ટૅલેંટેડ એક્ટર છે. તેઓ ઘણા સમયથી મોટા પડદે દેખાયા નથી. નાના પડદે તેમનું સ્વાગત કરી શકાય છે.

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી ફિલ્મોમાં મોટાભાગે દેખાય છે, પરંતુ તેમની ભૂમિકા કંઈ ખાસ નથી હોતી. તેઓ નાના પડદે વળે, તો તેમને મહત્વના રોલ મળી શકે તેમ છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

આમિર ખાનના ભત્રીજા અને સારી એક્ટિંગ હોવા છતાં ઇમરાન ખાનની કિસ્મત ફિલ્મોમાં બહુ સાથ નથી આપી રહી. આ 26 વર્ષીય અભિનેતા કોઇક લવ-સ્ટોરિકલ સીરિયલમાં કામ કરી શકે છે.

નાના પાટેકર

નાના પાટેકર

સુપર-ટૅલેંટેડ નાના પાટેકર નાના પડદા માટે સૌથી યોગ્ય કલાકાર ગણી શકાય. તેઓ ડિટેક્ટિવ કે ક્રાઇમ આધારિત કાર્યક્રમોનો ભાગ બને, તો દર્શકોને જોવાની મજા પડી જાય.

ઉદય ચોપરા

ઉદય ચોપરા

ફન્ની અભિનેતા ઉદય ચોપરા ધૂમ સિરીઝ સિવાય કંઈ ખાસ ઉકાળી શક્યા નથી. જોકે તેઓ હૉલીવુડમાં સક્રિય છે, પરંતુ તેઓ ટેલીવુડમાં આવે, તો લોકો જરૂર જુએ.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ જાજરમાન, પણ સરેરાશ અભિનેત્રી સાબિત થયાં છે. તેમની અમુક ફિલ્મો સારી રહી, પણ તેમને જશ ક્યારેય ન મળ્યો. તેમણે ટેલીવિઝન ક્ષેત્રે ભાગ્ય અજમાવવો જોઇએ.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂએ ગત વર્ષે ચશ્મે બદ્દૂર દ્વારા ડેબ્યુ કર્યુ હતું અને તેમની પાસે વધુ ફિલ્મો પણ છે, પરંતુ આ બ્યુટીફુલ અને યંગ ગર્લ નાના પડદે મોટી કમાલ કરવાની ક્ષમતા ધરાવે છે.

રવીના ટંડન

રવીના ટંડન

મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન પણ નાના પડદે પોતાની હૉટનેસને જાળવી રાખી શકે છે કે જે હવે મોટા પડદે દર્શાવવી કદાચ શક્ય નથી.

આ પણ વાંચો

આ પણ વાંચો

ટીવીની વહુઓના Hot અવતાર જોવા ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X