સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાઠી સ્ટારર 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'નુ પહેલુ ગીત 'મેરે લિએ' થયુ રિલીઝ
ઑલ્ટ બાલાજીની મોલ્ટ અવેઈટેડ અને સૌથી વધુ પસંદ કરાતી ફ્રેન્ચાઈઝી 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'નુ પહેલુ ગીત 'મેરે લિએ' રિલીઝ થઈ ગયુ છે.
ઑલ્ટ બાલાજીની મોલ્ટ અવેઈટેડ અને સૌથી વધુ પસંદ કરાતી ફ્રેન્ચાઈઝી 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'નુ પહેલી ગીત 'મેરે લિએ' રિલીઝ થઈ ગયુ છે. આ ગીતમાં રૂમી(સોનિયા રાઠી) અને અગસ્ત્ય(સિદ્ધાર્થ શુક્લો)ના સંબંધોની જટિલતાઓને દર્શાવવામાં આવી છે. અખિલ સચદેવા દ્વારા રચિત, ગવાયેલ અને લખાયેલ આ કમ્પોઝિશન ફેન્સને ખૂબ જ ગમવાનુ છે. અખિલનો અવાજ ગીતના મૂડને સેટ કરે છે અને તેના લિરિક્સ 'મેરે લિએ' ને દરેક રોમેન્ટીક વ્યક્તિની પ્લેલિસ્ટમાં જગ્યા અપાવવા માટે પૂરતા છે.

મેલૉડીના ઑફિશિયલ ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યુ છે, "The intensity of Rumi and Agastya's love + Akhil's magical touch = MereLiye. Listen to this soulful song from BrokenButBeautifulS3 now."
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ગીત અગસ્ત્યનુ રુમી પ્રત્યે જૂનુન અને ઈનકાર વિશે છે અને એક પોઈન્ટ આવેછે જ્યારે તે પોતાની અને રૂમી વિશે પોતાની કહાની સંભળાવે છે.
અખિલ સચદેવા કહે છે, 'મેરે લિએ' આલબમ માટે બનાવવામાં આવેલ છેલ્લી ગીત હતુ. નિર્માતા એક દિલ તોડી દે તેવુ ગીત ઈચ્છતા હતા અને મને ખુશી છે કે તેમણે મને એક્સપ્લોર કરવાની મંજૂરી આપી. આ ગીત હંમેશા ખાસ રહેશે કારણકે જે દિવસે મે તેને બનાવવાનુ શરૂ કર્યુ એ દિવસે મે મારી બહેનને કોવિડના કારણે ગુમાવી દીધી હતી. મને ખબર નહોતી કે હું આને બનાવવા માટે તૈયાર હતો કે નહિ પરંતુ મને લાગે છે કે આખી વાઈબે મને ગીત માટે પ્રેરિત કર્યો અને આ રીતે આ ગીત બની ગયુ. આની સાથે ઘણી બધી વ્યક્તિગત ભાવનાઓ જોડાયેલી છે અને આ સિદ્ધાર્થના વ્યક્તિત્વ અને શોના સમગ્ર વાઈબ સાથે એકદમ મેચ થાય છે. હું આ ગીત મારી બહેનને ડેડીકેટ કરુ છુ.
11:11 પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને પ્રિયંકા ઘોષ દ્વારા નિર્દેશિત 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3' અગત્સ્ય(સિદ્ધાર્થ શુક્લા) અને રુમી(સોનિયા રાઠી)ના સંબંધમાં ઉતાર-ચડાવ બતાવે છે જ્યાં જૂનુન ક્યારેય ખતમ નથી થતુ પરંતુ શિફ્ટ થઈ જાય છે. શ્રૃંખલામાં એહન ભટ, જ્હાનવી ધનરાજગીર, મનવીર સિંહ, તાન્યા કાલરા અને સલોની ખન્ના પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ શો ઑલ્ટ બાલાજી પર 29 મે, 2021થી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ હશે.












Click it and Unblock the Notifications
