For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના પડદે સાકાર થશે વિષ્ણુનો નવમો અવતાર!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૌદ્ધ ધર્મના પ્રણેતા ભગવાન બુદ્ધને હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુનો નવમો અવતાર કહેવામાં આવે છે અને તેમના દ્વારા ઈશ્વરના સાક્ષાત્કાર માટે કરવામાં આવેલ કઠોર તપસ્યા આજે પણ અનેક મુમુક્ષુઓ માટે પથ-દર્શક છે. ભગવાન વિષ્ણુના આ નવમા અવતાર આગામી રવિવારે નાના પડદે અવતરવા જઈ રહ્યાં છે.

buddha-serial-launch

હા જી, ભગવાન બુદ્ધ પર આધારિત શ્રેણી બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર શરૂ થવા જઈ રહી છે. મહત્વની બાબત એ છે કે આ સીરિયલ માટે ઝી ટીવીએ રામાયણનો સમય બદલ્યો છે. આ સીરિયલને મહાભારત અને આમિર ખાનના લોકપ્રિય શો સત્યમેવ જયતેનો ટાઇમ સ્લૉટ ફાળવવામાં આવ્યો છે.

બુદ્ધના નિર્માતા બી. કે. મોદી આ ટાઇમ સ્લૉટ ફાળવાતાં ખુશ છે. તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે બુદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત અને સત્યમેવ જયતેના ટાઇમે પ્રસારિત થશે. બુદ્ધની ઐતિહાસિક યાત્રા લોકો પોતાના પરિવાર સાથે જોઈ શકશે.

ધર્મેશ દિગ્દર્શિત ટેલીવિઝન સીરિયલ બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.

English summary
Forthcoming mythological TV show "Buddha" will be showcased in the same slot as the one which belonged to shows like "Mahabharat", "Ramayan" and also Aamir Khan's popular show "Satyamev Jayate".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X