For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘બુદ્ધ’નું મહાપરિનિર્વાણ : હવે દુનિયાને આપશે શાંતિનો સંદેશ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 સપ્ટેમ્બર : ગૌતમ બુદ્ધના જીવન તથા તેમના ઉપદેશો પર આધારિત પૌરાણિક ટેલીવિઝન શો બુદ્ધ સમાપ્ત થવા જઈ રહ્યો છે. બુદ્ધનો છેલ્લો એપિસોડ 21મી સપ્ટેમ્બરે પ્રસારિત થશે. હવે તેના નિર્માતા આ શોને વૈશ્વિક રૂપ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ઝી ટીવી પર પ્રસારિત થતા બુદ્ધ શોમાં કબીર બેદી, સમીર ધર્માધિકારી તથા નિગાર જેડ ખાન જેવી જાણીતી હસ્તીઓ ઉપરાંત ભગવાન બુદ્ધની ટોચની ભૂમિકા હિમાંશુ સોનીએ ભજવી છે. બુદ્ધના સહ નિર્માતા બી કે મોદીએ આ શોની શાનદાર સફરને પ્રસન્નતા સાથે યાદ કરી છે.

નોંધનીય છે કે બુદ્ધ 8મી સપ્ટેમ્બર, 2013ના રોજ શરૂ થયો હતો અને તેમાં સિદ્ધાર્થ ગૌતમની બુદ્ધ સુધીની સફરનું ચિત્રણ-વર્ણન કરવામાં આવ્યુ હતું. આ શોના ગત એપિસોડ એટલે કે 14મી સપ્ટેમ્બરે પ્રસારિત થયેલ એપિસોડમાં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ દર્શાવવામાં આવ્યુ હતું અને 21મી સપ્ટેમ્બરે તેનો અંતિમ એપિસોડ દર્શાવાશે.

ચાલો બુદ્ધ શોની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સિદ્ધાર્થથી બુદ્ધની સફર

સિદ્ધાર્થથી બુદ્ધની સફર

બુદ્ધ શો 8મી સપ્ટેમ્બર, 2013ના રોજ શરૂ થયો હતો અને તેમાં સિદ્ધાર્થ ગૌતમની બુદ્ધ સુધીની સફર વણી લેવામાં આવી છે.

મહાપરિનિર્વાણ

મહાપરિનિર્વાણ

બુદ્ધ શોમાં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ ગત એપિસોડ એટલે કે 14મી સપ્ટેમ્બરના એપિસોડમાં થયું છે.

છેલ્લો એપિસોડ

છેલ્લો એપિસોડ

બુદ્ધનો છેલ્લો એપિસોડ 21મી સપ્ટેમ્બરે પ્રસારિત થવાનો છે, પણ નિર્માતાઓ તેને વિદેશ સુધી લઈ જવાનું વિચારી રહ્યા છે.

જોરદાર અનુભવ

જોરદાર અનુભવ

બુદ્ધના સહ નિર્માતા બી કે મોદીએ એક નિવેદનમાં જણાવ્યું - બુદ્ધના નિર્માણનો જોરદાર અનુભવ રહ્યો. તેને વ્યાપક રીતે પસંદ કરવામાં આવ્યો. આ એક સુંદર સુખદ યાત્રા રહી. બૌદ્ધ ધર્મ જીવનની એક પદ્ધતિ છે.

બુદ્ધ શાશ્વત

બુદ્ધ શાશ્વત

બુદ્ધ શોના સૃજનાત્મક પ્રસ્તોતા રિડવાનાએ જણાવ્યું - બુદ્ધ શાશ્વત સત્ય છે અને આખી દુનિયામાં તેમાં અતુટ શ્રદ્ધા ધરાવનારાઓની ભરમાર છે. આ વિષય બહુ મોટા સમુદાય વચ્ચે પસંદ કરાય છે.

વિશ્વને ગમશે

વિશ્વને ગમશે

રિડવાનાએ જણાવ્યું - અમારૂ હંમેશાથી માનવું રહ્યું છે કે બુદ્ધ શોના વિષયને દુનિયા ભરમાં પસંદ કરવામાં આવશે. બુદ્ધે શાંતિ, પ્રેમ, સ્વચ્છતા, કરુણાનો ઉપદેશ આપ્યો અને આ ઉપદેશોએ દુનિયામાં શાંતિ લાવવામાં પોતાનો ફાળો આપ્યો.

વિશ્વવ્યાપી બનશે બુદ્ધ

વિશ્વવ્યાપી બનશે બુદ્ધ

તેમણે જણાવ્યું - બુદ્ધનું પ્રસારણ શ્રીલંકામાં ચાલી રહ્યુ છે. અમે થાઈલૅન્ડ, ઇંડોનેશિયા, મ્યાંમાર, કંબોડિયા અને વિયેતનામમાં તેને પ્રસારિત કરવાની શક્યતાઓ ચકાસી રહ્યા છે.

સ્થાનિક ભાષામાં

સ્થાનિક ભાષામાં

બુદ્ધ નિશ્ચિત રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે. તેને સ્થાનિક ભાષામાં ડબ કરવામાં આવશે.

Deepika Upset :

Deepika Upset :

હા, હું એક સ્ત્રી છું અને મારે Breast અને Cleavage છે...

English summary
Mythological TV show “Buddha”, which narrates the life and teaching of Gautam Buddha, will air its final episode Sep 21. Its producers are planning to take the show global.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X