બીજી આવૃત્તિમાં નવા સ્વરૂપે આવશે છોટા ભીમ
મુંબઈ, 16 એપ્રિલ : છોટા ભીમ નવા સ્વરૂપે આવે છે. તેની બીજી આવૃત્તિ છોટા ભીમ એન્ડ ધ થ્રોન ઑફ બાલીના પ્રચાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. તેના માટે નિર્માતા ગ્રીન ગોલ્ડ એનિમેશને યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) સાથે જોડાણ કર્યું છે.
આ સિરીઝનીપ્રથમ ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઑફ દયમાન ગયા વર્ષે રિલીઝ થઈ હતી, પરંતુ તે બૉક્સ ઑફિસે બહેતર કમાણી કરી શકી નહોતી. તેથી નિર્માતાઓએ બીજી આવૃત્તિની બાગડોર વાયઆરએફને સોંપવાનું વિચાર્યું.
ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રાજીવ ચિલકાને ખાત્રી છે કે નવી ફિલ્મ સફળ થશે.
ગ્રીન ગોલ્ડ એનિમેશનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ચિલકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું - પહેલી વાર અમને અનુભવ નહોતો. અમે બહેતર પ્રચાર નહોતાં કરી શક્યાં. આ વખતની ફિલ્મ પહેલી કરતાં મોટી છે. તેમાં અનેક ગીતો છે. બીજી આવૃત્તિમાં ભીમ મોટા પડકારોનો સામનો કરશે.
તેમણે જણાવ્યું - આ વખતે અમે એક નવું પાત્ર અર્જુન પણ લાવી રહ્યાં છીએ. ભીમને એક નવો મિત્ર મળશે. આ એનિમેશન ફિલ્મ 3જી મેના રોજ રિલીઝ થશે.













Click it and Unblock the Notifications
