તો આ કારણે સિદ્ધુએ છોડ્યો હતો કપિલ શર્મા શો?

કપિલ શર્મા પોતે સિદ્ધુની જગ્યા લેનાર અર્ચના પૂરણ સિંહ પર કટાક્ષ કરતા રહે છે પરંતુ આ વખતે કપિલે જાતે સિદ્ધુના શોમાં પાછા ન આવવાનુ કારણ જણાવ્યુ છે.

સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મા શોની સફળતા પોતાની ટોચ પર છે, આ શો હજુ પણ બધા વર્ગના લોકોનો માનીતો બનેલો છે. ઘણીવાર આ શોમાં નવજોત સિંહ સિદ્ધુના કમબેક વિશે વાત થતી રહે છે અને આ કારણે ઘણીવાર આ શોના પાત્રો અને કપિલ શર્મા પોતે સિદ્ધુની જગ્યા લેનાર અર્ચના પૂરણ સિંહ પર કટાક્ષ કરતા રહે છે પરંતુ આ વખતે કપિલે જાતે સિદ્ધુના શોમાં પાછા ન આવવાનુ કારણ જણાવ્યુ છે.

સિદ્ધુ વિશે કપિલ શર્માએ આપ્યુ મોટુ નિવેદન

સિદ્ધુ વિશે કપિલ શર્માએ આપ્યુ મોટુ નિવેદન

વાસ્તવમાં કપિલ શર્માના શો પર આ વખતે પાગલપંતીની સ્ટાર કાસ્ટ પહોંચી હતી. આ દરમિયાન અનિલ કપૂર, જ્હૉન અબ્રાહમ, અરશદ વારસી અને ઉર્વશી રૌતેલા શોમાં ધમાલ મચાવતા જોવા મળ્યા. કપિલે પણ શો દરમિયાન બહુ મસ્તી કરી. શો દરમિયાન કપિલ અનિલ કપૂરને કહે છે કે ઉર્વશીના આવતા જ તમે વધુ સારી રીતે શો કરી રહ્યા છો.

ઉર્વશીજીના આવતા જ બધાની તપસ્યા ભંગ થઈ જાય છેઃ કપિલ

ઉર્વશીજીના આવતા જ બધાની તપસ્યા ભંગ થઈ જાય છેઃ કપિલ

જેના જવાબમાં કપિલ કહે છે કે સરજી, ઉર્વશીના આવ્યા બાદ તો તમારી પણ આંખો આખી ખુલી ગઈ છે ત્યારબાદ કપિલ અર્ચના પૂરણ સિંહને કહે છે કે તમારે નીકળવુ હોય તો નીકળી જાઓ કારણકે ઉર્વશીજીના આવતા જ બધાની તપસ્યા ભંગ થઈ જાય છે. તમે ગઈ વખતે આવ્યા હતા તો સિદ્ધુજી તમારી પાછળ પાછળ આવ્યા હતા અને હજુ સુધી આવ્યા નથી અને ખબર નહિ ક્યારે આવશે, આટલુ બોલતા જ બધા લકો ઠહાકા મારીને હસવા લાગ્યા.

પુલવામાં એટેક પર સિદ્ધુએ આપ્યુ હતુ વિવાદિત નિવેદન

પુલવામાં એટેક પર સિદ્ધુએ આપ્યુ હતુ વિવાદિત નિવેદન

ઉલ્લેખનીય છે કે અહીં તમને એ પણ જણાવી દઈએ કે પુલવામા એટેક પર વિવાદિત નિવેદન આપીને લોકોને નિશાના પર આવેલા નવજોતસિંહ સિદ્ધુને કપિલના શોમાંથી આઉટ કરવામાં આવ્યા હતા. તેમના માટે લોકોનો વિરોધ એટલો બધો વધી ગયો હતો જેના કારણે લોકોએ સિદ્ધુને શોમાંથી બહાર કરવાની અપીલ ચેનલને કરી હતી. અપીલ પૂરી ના થવાની સ્થિતિમાં શોનો બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી હતી. જેના પર ત્વરિત એક્શન લઈને ચેનલે સિદ્ધુને શોમાંથી બહાર કરીને અર્ચના પૂરણ સિંહને શોમાં લીધા હતા.

ત્યારે કપિલ આપ્યો હતો આ જવાબ...

જ્યારે કપિલે એક પ્રેસમીટમાં કહ્યુ હતુ કે આ વખતે શોના નિર્માતા એ નથી, શોમાં કોણ છે અને કોણ રહેશે એનો નિર્ણય સોની અને એક્ટર સલમાન ખાનની કંપની (નિર્માતા) કરે છે. એવામાં સિદ્ધુ અને ચેનલ વચ્ચે શું વાત થઈ છે, એ તેમને ખબર નથી. તમને જણાવી દઈએ કે ગયા દસ મહિનામાં સિદ્ધુની જગ્યાએ અર્ચના પૂર્ણ સિંહ શોમાં જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X