સલમાન ખાને મારુ કરિયર બરબાદ કરી નાખ્યું, તેઓ નાની સોચ ના વ્યક્તિ છે
આવું કહેવું છે કે બિગબોસ ના કન્ટેસ્ટન્ટ આકાશ દીપ સહેગલનું. ટેલિવિઝનના ફેમસ ચેહરા આકાશદીપે સલમાન ખાન પર આરોપ લગાવતા કહ્યું છે કે "હું કોઈનું પણ કરિયર બરબાદ કરવા માટે પીઆર નથી રાખતો. મારી સોચ આટલી નાની અને ગંદી નથી. હું 10 લોકોને સાથે લઈને નથી ચાલતો કે જેનાથી હું વધારે પાવરફૂલ દેખાવું"
આપણે જણાવી દઈએ કે આકાશદીપ સહેગલ વર્ષ 2011માં બિગબોસ 5ના કન્ટેસ્ટન્ટ રહી ચુક્યા છે. શો દરમિયાન આકાશદીપની સલમાન ખાન સાથે અનબન થઇ ચુકી હતી. તેમની લડાઈ ખુબ જ વધી પણ હતી.

આકાશદીપે શો પૂરો થયા બાદ સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે સલમાને તેમને માર્યો હતો. આજે 5 વર્ષ પછી પણ આકાશદીપ એવું જ માને છે કે સલમાન ખાનના કારણે જ તેમનું કરિયર પૂરું થઇ ગયું.
બિગબોસ 5 પછી આકાશદીપ કોઈ પણ ટીવી શોમાં નથી દેખાયા. હાલ તો હિન્દી ટેલિવિઝનથી આગળ વધીને આકાશદીપ તમિલ સિનેમા તરફ વધી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
