For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂરદર્શન પર ખુલશે સોથી વધુ પુરસ્કૃત ફિલ્મોનો પિટારો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : ભારતીય સિનેમાની પુરસ્કૃત અને સમીક્ષકો દ્વારા વખણાયેલી 104 ફિલ્મો જોવાની અનોખી તક છે. આ તક જાહેર પ્રસારક દૂરદર્શન ઉપર 10મી નવેમ્બરથી શરૂ થતા બેસ્ટ ઑફ ઇન્ડિયન સિનેમા કાર્યક્રમ વડે મળશે. અડૂર ગોપાલકૃષ્ણનની નિઝાલકુથ્થૂ ફિલ્મ સાથે આ કાર્યક્રમની શરુઆત થશે.

દૂરદર્શન ફિલ્મોના આ ખંડમાં તેવી ફિલ્મો દર્શાવાશે કે જેમને રાષ્ટ્રીય અને વિદેશી ફિલ્મ મહોત્સવોમાં બહુ માંગ સાથે રિલીઝ કરાઈ હોય. બુધવારે આ અંગેની જાહેરાત કરતા દૂરદર્શનના મહાનિયામક ત્રિપુરારી શરણે જણાવ્યું કે આ ફિલ્મ પ્રેમીઓ માટે સોનેરી તક છે. સામાન્ય રીતે આવી ફિલ્મો મહોત્સવોમાં જ જોવા મળે છે. ફિલ્મો દર રવિવારે અને સોમવારે રાત્રે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.

શરણે જણાવ્યું - અમે થોડાક મહીના તપાસીશું. હું હાલ અઠવાડિયામાં બે દિવસ ફિલ્મો દર્શાવવાથી શરુઆત કરુ છું. જો ભારતીય દર્શકોની માંગ વધી, તો હું અઠવાડિયામાં ચાર ફિલ્મો સુધી દર્શાવીશ. આ કાર્યક્રમ પાછળનું મુખ્ય કારણ સ્વતંત્ર ફિલ્મકારો તરફથી આવતી ઉષ્માભરી વિનંતીઓ છે અને જાહેર પ્રસારક તરીકે સ્વતંત્ર સિનેમાનું પ્રચાર કરવું અમારૂં કામ છે.

આવો તસવીરો સાથે જાણીએ હાલ પ્રસારણ માટે કઈ ફિલ્મો નક્કી થઈ ચુકી છે :

બેસ્ટ ઑફ ઇન્ડિયન સિનેમા

બેસ્ટ ઑફ ઇન્ડિયન સિનેમા

દૂરદર્શન ઉપર આગામી 10 નવેમ્બરથી બેસ્ટ ઑફ ઇન્ડિયન સિનેમા કાર્યક્રમ શરૂ થઈ રહ્યું છે કે જેમાં પુરસ્કૃત ફિલ્મો દર્શાવવામાં આવશે.

નિઝાલકુથ્થૂ

નિઝાલકુથ્થૂ

બેસ્ટ ઑફ ઇન્ડિયન સિનેમા ખંડની શરુઆત અડૂર ગોપાલકૃષ્ણનની નિઝાલકુથ્થૂ ફિલ્મ સાથે થશે. આ ફિલ્મ 10મી નવેમ્બરે રાત્રે 11 વાગ્યે દર્શાવવામાં આવશે.

દેઓલ

દેઓલ

બેસ્ટ ઑફ ઇન્ડિયન સિનેમા કાર્યક્રમમાં દર્શાવવા માટે ઉમેશ નાયક કુલકર્ણીની દેઉલ ફિલ્મની પસંદગી કરાઈ છે.

દિગંત

દિગંત

દયાનેશ મોઘેની દિગંત ફિલ્મ પણ આ કાર્યક્રમમાં દર્શાવવામાં આવશે.

નિઃશબ્દ

નિઃશબ્દ

જાહર કાનુંગોની નિઃશબ્દ ફિલ્મની પણ આ કાર્યક્રમ માટે પસંદગી થઈ ચુકી છે કે જેમાં બિગ બી અમિતાભ બચ્ચન અને જિયા ખાન હતાં.

English summary
Here is a rare chance to watch as many as 104 award-winning and critically acclaimed films in "Best of Indian Cinema", a new segment on public service broadcaster Doordarshan, starting Nov 10 with Adoor Gopalakrishnan's "Nizhalkkuthu".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X