સુનીલ ગ્રોવર હવે ચુટકી બની મચાવશે ધમાલ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 11 જાન્યુઆરી : હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવર કે જેઓ કપિલ શર્માના શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગુત્થી તરીકે દેખાતા હતાં, તેઓ હવે કપિલનો શો છોડ્યા બાદ હવે પોતાનો અલાયદો શો લઈને આવી રહ્યાં છે. આ શોમાં તેઓ છુટકી તરીકે દેખાશે અને હાસ્યની છોળો ઉછાળી લોકોને હસાવશે. સુનીલ ગ્રોવરનો આ શો ટુંકમાં જ સ્ટાર પ્લસ ઉપર શરૂ થશે. તેનું પ્રોમો આ મહીનાના અંતથી પ્રસારિત થવા લાગશે. નવા શોમાં સુનીલ ગ્રોવરના મહિલા પાત્રનું નામ છુટકી રહેશે. હજી સુધી સુનીલના શોનું નામ નક્કી નથી કરાયું.

sunil-grover-chutki
સૂત્રે જણાવ્યું - સ્ટાર પ્લસ અને સુનીલ ગ્રોવરે આ નવા શોમાં કપિલના શોના ગુત્થી કરતાં ઘણા બધા વૅરિએશન લાવવા અંગે વિચાર્યું અને અંતે તેમણે નવા પાત્રને છુટકી નામ આપવાનું નક્કી કર્યું. છુટકીના ગેટ-અપ અને બૉડી લૅંગ્વેજ ગુત્થી જેવા જ હશે, પણ આઇડેંટિકલ નહીં હોય. સુનીલ ગ્રોવર અને સ્ટાર પ્લસ છુટકીને નવી ઓળખ આપવા માંગે છે. તેઓ કપિલના શોમાંથી ગુત્થીનું પાત્ર ઉપાડવા નથી માંગતાં.

એટલું જ નહીં, સુનીલના આ શોમાં જોક્સ, ગૅગ્સ તથા સ્કિટ્સ વિગેરે પણ કપિલના શો કરતાં જુદા હશે. ઉપરાંત સુનીલ ગ્રોવરના શોને કપિલના ટક્કરમાં લાવવાનું પણ ટાળવામાં આવ્યું છે. સુનીલનો શો સ્ટાર પ્લસ ઉપર રાત્રે 8.30 વાગ્યે આવશે, જ્યારે કપિલનો શો 10 વાગ્યે આવે છે. હજી સુધી સુનીલના શોનું નામ નક્કી નથી કરાયું.

English summary
Comedian Sunil Grover, much in the news in the last quarter of 2013 for his hasty exit from Kapil Sharma's show is set to resurrect his beloved creation Gutthi in a different avatar on his own show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.