OMG : ધ બૅચલરેટ...માં મલ્લિકાએ સાગૂને ચુંબન ચોળ્યું

મુંબઈ, 14 ઑક્ટોબર : મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત આજકાલ નાના પડદા ઉપર પોતાના જલવા પાથરી રહ્યાં છે. પોતાના પ્રથમ ટેલીવિઝન શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા વડે પોતાના માટે પ્રેમ અને જીવનસાથીની શોધ કરી રહેલા મલ્લિકાએ તે વખતે સૌને આશ્ચર્યમાં મુકી દીધા કે જ્યારે તેમણે શોના એક સ્પર્ધક મૉડેલ તથા અભિનેતા કરણ સાગૂના ગાલ ઉપર ચુંબન ચોળી દીધું.

mallika

જોકે જે વખતે મલ્લિકાએ સાગૂને કિસ કરી, તે વખતે સાગૂએ તેમને ગળે લગાડી લીધા હતાં કે જેથી મલ્લિકા શેરાવત થોડાક અસહજ લાગ્યાં, પણ અસહજ માણસ કોઈને કિસ કઈ રીતે કરી શકે? કિસ તો ત્યારે જ થાય કે જ્યારે દિલમાં કિસ કરનાર વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોય. સાગૂ તેવા 18 સ્પર્ધકોમાંના એક છે કે જેમણે શોમાં મલ્લિકાને આકર્ષ્યાં છે. કહે છે કે સાગૂએ મલ્લિકાને બહુ પ્રભાવિત કર્યાં છે.

લાઇફ ઓકે પર પ્રસારિત થતાં ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા શોના મંગળવારના એપિસોડમાં મલ્લિકાનું ચુંબનવાળુ દૃશ્ય દર્શાવવામાં આવનાર છે. શોના પ્રથમ બે ભાગોને મળેલા પ્રતિસાદ થી મલ્લિકા શેરાવત ખૂબ ખુશ છે. શોના હોસ્ટ ટેલીવિઝન હીરો રોહિત રૉય છે. શો બાદ મલ્લિકા ટુંકમાં જ કે સી બોકાડિયાની ધ ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં નજરે પડનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X