હાર્દિક પંડ્યા વિવાદ પછી મને ઉંગ નથી આવી, I am Sorry: કરણ જોહર
કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ એપિસોડના પ્રસારણના બીજા જ દિવસે ભારે કોન્ટ્રોવર્સી પેદા થઇ.
કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ એપિસોડના પ્રસારણના બીજા જ દિવસે ભારે કોન્ટ્રોવર્સી પેદા થઇ. હોટસ્ટારે એપિસોડને વેબસાઈટથી હટાવીને સમજદારી દાખવી. દરેક લોકો જાણવા માંગે છે કે આખરે કરણ જોહર આ મામલે શુ કહે છે.
લોકો જાણવા માંગતા હતા કે કરણ જોહરે જે સવાલ પૂછ્યો જેના પર હાર્દિક પંડ્યાએ મહિલાઓ માટે આવી ટિપ્પણી હતી કે કેટલો યોગ્ય હતો? શુ કરણ જોહર અને શૉના મેકરે આ બધું ટીઆરપી માટે કર્યું?
આખરે કરણ જોહર આ બધા જ સવાલોના જવાબ આપવા માટે આવી ગયા છે. પોતાની ચુપ્પી તોડતા કરણ જોહરે એક ખાસ ચેનલ સાથે વાતચીત કરતા આ મામલે ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે?

આ મારો શૉ છે, મારી જવાબદારી છે
કરણ જોહરે આ મામલે સફાઈ આપી છે. કરણ જોહરે કહ્યું કે તેઓ આ મામલે પોતાને જવાબદાર માને છે. આ મારો શૉ છે, મારુ મંચ છે, અહીં મારી જવાબદારી વધારે છે.

જે થયું તે મારી જવાબદારી
પોતાની વાતને આગળ વધારતા કરણ જોહરે જણાવ્યું કે મેં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મહેમાન તરીકે બોલાવ્યા હતા. આ વિવાદનું જે પરિણામ આવ્યું તે મારી જવાબદારી છે.

આખી રાત ઉંગ નથી આવી
પોતાને જવાબદાર માનતા કરણ જોહરે જણાવ્યું કે આ કારણે હું ઘણી રાતો ઊંઘ્યો નથી. હું વિચારતો હતો કે આખરે આ નુક્શાનની ભરપાઈ હું કેવી રીતે કરીશ. મારી વાત કોણ સંભાળશે.

હું મારો બચાવ નહીં કરું
કરણ જોહરે જણાવ્યું કે આ વાત તેમના કંટ્રોલ બહાર નીકળી ગઈ. જો મેં કોઈ એવી વાત કહી તો હું મારો બચાવ નહિ કરું.

જે સવાલ તેમને પૂછ્યો તેના પર દીપિકા અને આલિયા
પોતાના સવાલ પર સફાઈ આપતા કરણ જોહરે જણાવ્યું કે મેં તેમને જે સવાલ પૂછ્યા હતા તે સવાલ આ શૉમાં મહિલાઓને પણ પૂછવામાં આવ્યા છે. મેં દીપિકા અને આલિયા ભટ્ટને પણ આ સવાલ કર્યા હતા.

મને તેના પર અફસોસ છે
પોતાની સફાઈ આપતા કરણ જોહરે જણાવ્યું કે સવાલો પર મારો કંટ્રોલ છે પરંતુ જવાબ પર મારુ કોઈ નિયંત્રણ નથી. તેમની સાથે જે થયું તેનો મને અફસોસ છે.

મેં ટીઆરપી માટે નથી કર્યું
હાર્દિક અને રાહુલ સામે થઇ રહેલી કાર્યવાહી પર કરણ જોહરનું કહેવું છે કે જે થયું તેનો ખુબ જ અફસોસ છે. મેં આ બધું ટીઆરપી માટે નથી કર્યું. હું ક્યારેય પણ ટીઆરપી માટે ચિંતા નથી કરતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
