નવા શોના સમાચાર પર ફરીથી ગુસ્સામાં કપિલ, ‘કંઈ પણ લખે છે મીડિયાવાળા'
કપિલનું કહેવુ છે કે મીડિયાવાળા તેના વિશે વગર વાતે કંઈ પણ લખે છે. મે કોઈ પત્રકાર સાથે વાત નથી કરી.
કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્માના કમબેકની રાહ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કપિલ ઓક્ટોબરમાં પોતાના નવા કોમેડી શો સાથે સોની ટીવી પર કમબેક કરશે પરંતુ હવે આ વિશે કપિલ શર્માએ મોટુ નિવેદન આપ્યુ છે.

કંઈ પણ છાપે છે મીડિયાવાળાઃ કપિલ શર્મા
પોતાના જોક્સથી લોકોને પોતાના કાયલ કરનાર કપિલ શર્માએ આ બધી બાબતોનું ખંડન કર્યુ છે. કપિલનું કહેવુ છે કે મીડિયાવાળા તેના વિશે વગર વાતે કંઈ પણ લખે છે. મે કોઈ પત્રકાર સાથે વાત નથી કરી. જે કંઈ પણ મારા વિશે લખવામાં આવી રહ્યુ છે તે બધુ મીડિયાની મનગઢંત વાતો છે. હું મીડિયાવાળાને વિનંતી કરુ છુ કે પ્લીઝ, મારા વિશે કંઈ પણ ના લખો.

કપિલને મીડિયા પર ફરીથી આવ્યો ગુસ્સો
તમને જણાવી દઈએ કે કપિલનું આ રીતે મીડિયા પર ગુસ્સે થવુ પહેલી વાર નથી. તે આ પહેલા પણમ એક જાણીતી વેબસાઈટના જાણીતા પત્રકાર પર પણ ભડકી ચૂક્યા છે. તેણે તે વખતે પણ આરોપ લગાવ્યો હતો કે તેને પૂછ્યા વિના વેબસાઈટ તેના વિશે કંઈ પણ છાપી રહી હતી.

વેબસાઈટે કર્યો હતો કપિલના નવા શો નો દાવો
તમને જણાવી દઈએ કે ગયા મહિને વેબસાઈટ પીપિંગ મૂને સમાચાર છાપ્યા હતા કે તેમની સાથે થયેલી વાતચીતમાં કપિલ શર્માએ કહ્યુ હતુ કે તેઓ કમબેક માટે તૈયાર છે. તેઓ પોતાના ફેન્સ માટે ટૂંક સમયમાં નાના પડદે ‘ધ કપિલ શર્મા શો' ની નવી સિઝન લઈને આવશે. જો કે કપિલ શર્માનું એમ પણ કહેવુ છે કે હજુ બધુ પ્રારંભિક સ્ટેજમાં છે એટલા માટે તે તેના વિશે દર્શકોને વધુ કંઈ નહિ જણાવી શકે. આ સાચુ છે કે હું કમબેક કરી રહ્યો છુ અને દાવો કરુ છુ કે આ શો પણ ગયા શો ની જેમ મઝેદાર હશે અને દર્શકોને ખૂબ મઝા આવશે પરંતુ હવે કપિલે બધી બાબતો માનવાનો ઈનકાર કરી દીધો છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
