100થી વધુ પકવાન, 200થી વધુ VIP મહેમાન, કરોડોમાં થશે કપિલના શાહી લગ્ન

કોમેડી કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાના લાંબા સમયની પ્રેમિકા ગિન્ની સાથે સાત જન્મોના બંધનમાં બંધાવાના છે.

કોમેડી કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાના લાંબા સમયની પ્રેમિકા ગિન્ની સાથે સાત જન્મોના બંધનમાં બંધાવાના છે. કપિલે જાતે આ લગ્ન વિશે લોકોને જાણકારી આપી છે. કપિલના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થવાના છે. એક અંગ્રજી વેબસાઈટ મુજબ 12 ડિસેમ્બરના રોજ પંજાબના જલંધરમાં યોજાનાર આ લગ્નમાં ઘણા VIP મહેમાન શામેલ થશે અને આ લગ્નમાં કરોડો રૂપિયા પણ ખર્ચ થશે. હાલમાં કપિલ અને ગિન્ની બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે. આ લગ્ન જલંધરના કબાના રિસોર્ટમાં થશે. જ્યાં 2 દિવસ સુધી લગ્નનું ફંક્શન ચાલશે. લગ્ન પહેલા અહીં જ મહેંદી, સંગીતનો પણ કાર્યક્રમ થશે અને ત્યારબાદ રિસેપ્શન થશે.

આ હશે મહેમાન

આ હશે મહેમાન

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કપિલ શર્મા પોતાના લગ્નમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, અજય દેવગણ, સૂર કોકિલા લતા મંગેશકર જેવા તમામ મોટા સ્ટાર્સને આમંત્રણ આપવાના છે. કુલ મળીને લગ્નમાં 200 થી વધુ ખાસ મહેમાનો શામેલ થવાની આશા છે.

જમવાનો ખર્ચ થશે લાખો રૂપિયા

જમવાનો ખર્ચ થશે લાખો રૂપિયા

કપિલ શર્માના લગ્ન શાહી અંદાજમાં થશે અને આ લગ્નમાં સજાવટ અને કેટરિંગનો વિશેષ રીતે ખ્યાલ રાખવામાં આવશે. રિપોર્ટ્સની માનીએ તો કપિલ શર્માના લગ્નમાં જમવાનો ખર્ચ 20 લાખથી વધુ થવાનો છે. જેમાં 100 થી વધુ પકવાન હશે. પોતાના લગ્ન એલાન કરતી વખતે કપિલે કહ્યુ હતુ કે એ તો સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ ગિન્ની પોતાના મા-બાપની એકમાત્ર દીકરી છે એટલા માટે તેમનો પરિવાર ધૂમધામથી લગ્ન કરવા ઈચ્છે છે. મારી માની પણ દિલથી ઈચ્છા એ જ છે કે મારા લગ્ન ધૂમધામથી થાય એટલા માટે હવે લગ્ન ભવ્ય રીતે થશે. વળી, તેમણે એ પણ કહ્યુ કે તે પોતાના જૂના શો દ્વારા ટીવી પર કમબેક કરશે.

કોણ છે ગિન્ની

કોણ છે ગિન્ની

તમને જણાવી દઈએ કે કપિલ અને ગિન્ની લાંબા સમયથી સાથે છે અને એકબીજાની નબળાઈઓ અને ક્ષમતાઓને સમજે છે. ગિન્નીનું અસલી નામ ભવનીત ગિન્ની છે. તે બંને એકબીજાને કોલેજના દિવસોથી જાણે છે. ગિન્ની જલંધરની રહેવાસી છે. ગિન્ની કપિલ સાથે પંજાબી કોમેડી શો ‘હંસબલિયે' માં જોવા મળી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X