કેબીસી-10 ની પહેલી કરોડપતિ વિશે જાણો ટીવી પર જોતા પહેલા
ટૂંક સમયમાં કેબીસીને પોતાનો પહેલો કરોડપતિ મળી જવાનો છે. સિઝનની પહેલી કરોડપતિ એક મહિલા છે જેનુ નામ બિનીતા જૈન છે.
સોની ટીવીના જાણીતા શો કૌન બનેગા કરોડપતિ 10 ની લોકપ્રિયતા હાલમાં ટોચ પર છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની યજમાનીથી સજેલા આ શો એ દર વખતની જેમ આ વખતે પણ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ટૂંક સમયમાં કેબીસીને પોતાનો પહેલો કરોડપતિ મળી જવાનો છે.

બિનીતા જૈને જીત્યા 1 કરોડ રૂપિયા
હા, આ સિઝનની પહેલી કરોડપતિ એક મહિલા છે જેનુ નામ બિનીતા જૈન છે કે જે અસમની રહેવાસી છે. બે બાળકોની લવિંગ મધર બિનીતા જૈને શો ના 14 માં પ્રશ્નનો સાચો જવાબ આપીને આ રકમ મેળવી છે.

કેબીસીના નવા પ્રોમોમાં થયો ખુલાસો
સોની ટીવીએ ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ શો નો પ્રોમો શેર કર્યો છે જેમાં અમિતાભ બચ્ચન પૂરા જોશ સાથે બિનીતા જૈનને એ ખુશખબરી આપે છે કે તેમણે 1 કરોડ રૂપિયા જીતી લીધા છે અને હવે તે 7 કરોડ માટે રમવા જઈ રહી છે. હવે શું તે આ સવાલનો જવાબ આપી શકશે કે નહિ. એ જાણવા માટે તમારે 2 ઓક્ટોબરનો શો જોવો પડશે. જે દિવસે આ શો ઓનએર થવાનો છે.

બિનીતા રમશે જેકપોટ...
તમને જણાવી દઈએ કે કેબીસીની ગઈ સિઝનમાં પણ કોઈ કન્ટેસ્ટન્ટ 7 કરોડ રૂપિયા જીતી શક્યુ નહોતુ. જમશેદપુરની અનામિકા મજૂમદારે 1 કરોડ રૂપિયા જીત્યા બાદ ગેમ છોડી દીધી હતી. આ સિઝનમાં અત્યાર સુધી ભાગલપુરના ટિકિટ એક્ઝામિનર સોમેશ કુમાર ચૌધરી અને ગુજરાતના ગ્રાફિક ડિઝાઈનર સંદીપ સાવલિયાએ શોમાંથી 25 લાખ રૂપિયાની રકમ જીતી છે.












Click it and Unblock the Notifications
