તસવીરો વડે જાણો કોણ છે મિંક બરાર
મુંબઈ, 6 નવેમ્બર : બિગ બૉસ 6ની શરુઆત આ વર્ષે ઘણી શાંતિપૂર્વક થઈ. વચ્ચે-વચ્ચે અનેક વાર કેટલાંક પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કેટલાંક તણખાં ઝરતા દેખાયાં, પરંતુ ફરી તે તણખાને હવા ન મળતા જલ્દીથી બુઝાઈ ગયાં. આ વર્ષે બિગ બૉસની ટીઆરપીથી પણ તેના નિર્માતા થોડાંક ખુશ નથી જણાતાં. કદાચ એટલે જ હવે ઘરની અંદર કઈંક હૉટ એન્ડ હૅપ્પનિંગ કરવા બિગ બૉસે બે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા અંગે વિચાર્યં છે.
આ બે નવા બિગ બૉસ પ્રતિસ્પર્ધીઓ છે મિંક બરાર અને ઉષા. ઉષા નાના પડદાના અભિનેત્રી છે અને તેમણે અનેક સીરિલયોમાં વૅમ્પના પાત્રો ભજવ્યાં છે. બીજી બાજુ મિંક બરાર કાયમ કોઈના કોઈ વિવાદને લઈને હૅડલાઇન્સમાં રહેવા માટે જાણીતાં છે. મિંકે પોતાનું કૅરિયર 2003માં દેવ આનંદની ફિલ્મ પ્યાર કા તરાના સાથે કરી હતી. પછી તેમણે અનેક ફિલ્મોમાં સાઇડ રોલ કર્યાં.
મિંકે અનેક ટીવી શો પણ હોસ્ટ કર્યાં છે. થોડાંક વખત પહેલા તેઓ પોતાને લેસ્બિયન કહેવા અંગે ખૂબ ચર્ચામાં રહ્યા હતાં. બિગ બૉસ શોમાં આવવા અંગે મિંક ખૂબ ઉત્સાહિત છે અને તેમનું કહેવું છે કે બિગ બૉસના ઘરે તેમને જોઈ કોઈ પણ ખુશ નહિં થાય. સાથે જ તેમણે સૌને વાયદો કર્યો છે કે બિગ બૉસના ઘરમાં જતાં જ તેઓ ઘરમાં ખૂબ ધમાલ મચાવનાર છે અને સૌનું મનોરંજન કરનાર છે.
આવો જાણીએ બિગ બૉસના આ નવા પ્રતિસ્પર્ધી અંગે :

ફિલ્મી સફર
મિંક બરારે 2003માં પ્યાર કા તરાના ફિલ્મ સાથે પોતાનું કૅરિયર શરુ કર્યુ. પછી તેમણે હમ આપકે દિલ મેં રહતે હૈં અને સાત રંગ કે સપને ફિલ્મોમા સાઇડ રોલ કર્યાં. સાથે જ દીપક તિજોરીની ઉપ્સ તેમજ અજનબી ફિલ્મોમાં પણ નાના રોલ કર્યાં છે.

લેસ્બિયન છું
મિંક બરાર કેટલાંક સમય અગાઉ પોતાના લેસ્બિયન હોવાની વાતને લઈને ચર્ચામાં રહ્યાં. મિંકે જણાવ્યું કે તેઓ લેસ્બિયન છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તેઓ કાયમ લેસ્બિયન જ રહેશે. તેમણે જણાવ્યું - હું સ્ટ્રેટ પણ થઈ શકુ છું અને ભવિષ્યમાં લગ્ન કરી બાળકો પણ પ્લાન કરી શકુ છું.

બિગ બૉસ અંગે ઉત્સાહિત
મિંક બરાર બિગ બૉસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી અંગે ખૂબ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે બિગ બૉસમાં આવી તેઓ ખૂબ ધમાલ મચાવનાર છે અને તેમના આગમનથી બિગ બૉસ વધુ મનોરંજક થઈ જશે. મિંકનું એમ જણાવવું છે કે તેમને જોઈ બિગ બૉસના ઘરમાં કોઈને પણ ખુશી નહિં થાય.

સપનાને ડુબાડી દઇશ
સપના ભાગનાણી અને સલમાન ખાન વચ્ચે થયેલ વિવાદ અંગે મિંક સપનાથી નારાજ છે. તેમણે જણાવ્યું કે સપના ખૂબ બદતમીઝ છે અને તેમને શોના હોસ્ટ સાથે આ રીતે વાત ના કરવી જોઇતી હતી. જો મારો સપના સાથે ઝગડો થયો, તો હું તેમને સ્વિમિંગ પૂલમાં ડુબાડી દઇશ.

પુરતી તૈયારી
બિગ બૉસના ઘરે જવા માટે મિંકે પુરતી તૈયારી કરી લીધી છે. તેમણે જણાવ્યું - મેં મોટા પ્રમાણમાં બૉલી લોશન પૅક કર્યાં છે કે જેથી હું હંમેશા સારી સ્મેલ કરૂં. હું હંમેશા સારી દેખાવા માંગુ છું.

અડધા પુરુષ પરીણિત અને અડધા ગે
મિંકનું કહેવું છે કે તેઓ અનેક વરસોથી સિંગલ છે. આ દનિયામાં સારા છોકરા ઘણાં છે, પરંતુ તેમાંથી અડધા પરીણિત છે અને અડધા ગે છે.

અક્ષય સાથે ડાંસનું સ્વપ્ન
મિંક બરાર સરોજ ખાન, હેલન, મધુબાલા અને શિલ્પા શેટ્ટીના ફૅન છે. સાથે જ તેઓ અક્ષય કુમારની ડાંસિંગના પણ બહુ મોટા ફૅન છે. તેમનું સ્વપ્ન છે કે એક દિવસ તેમને અક્ષય સાથે ડાંસ કરવાની તક મળે.

ટીવી શો હોસ્ટ
મિંકે એક ટેલીવિઝન શોમાં પણ હોસ્ટ કર્યું છે. તાજેતરમાં જ કલર્સના ડાંસિંગ શો ડાંસિંગ ક્વીન ઑન કલર્સમાં તેઓ મેંટર બન્યા હતાં.












Click it and Unblock the Notifications
