Bigg Boss 14: કોણ છે દિશા પરમાર જેને રાહુલ વૈદ્યે ટીવી પર કર્યુ પ્રપોઝ

બિગ બૉસના ઘરમાં કન્ટેસ્ટન્ટ સિંગર રાહુલ વૈદ્યએ નેશનલ ટેલીવિઝન પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ છે. જાણો દિશા વિશે બધુ જ..

નવી દિલ્લીઃ રિયાલિટી શો બિગ બૉસ હંમેશા ચર્ચામાં રહેવા માટે જાણીતો છે. આ વખતે પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે. બિગ બૉસ સિઝન 14ના ઘરમાં કોઈને કોઈ મુદ્દા પર કન્ટેસ્ટન્ટ ઝઘડતા દેખાય છે તો ક્યારેક કંઈક એવુ થઈ જાય છે જેનાથી શો સમાચારોમાં આવી જાય છે. હવે બિગ બૉસના ઘરમાં કન્ટેસ્ટન્ટ સિંગર રાહુલ વૈદ્યએ નેશનલ ટેલીવિઝન પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ છે. તેની ગર્લફ્રેન્ડનુ નામ દિશા પરમાર છે.

રાહુલે લગ્ન માટે ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ

રાહુલે લગ્ન માટે ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ

રાહુલે જે રીતે દિશાને પ્રપોઝ કર્યુ છે, લોકોને તેનો આ અંદાજ ખૂબ જ ગમી રહ્યો છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર કલર્સ તરફથી શેર કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં રાહુલે પોતાની ગર્લફ્રેન્ડ દિશાનેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. તે ઘરવાળા સામે ઉભા રહીને દિશાને પ્રપોઝ કરે છે. રાહુલે આ દરમિયાન પોતાની ટીશર્ટ પર 'મેરી મી' લખ્યુ.

ટીશર્ટ પર લખ્યુ દિશાનુ નામ

ટીશર્ટ પર લખ્યુ દિશાનુ નામ

રાહુલ કહે છે, 'આજે 11 નવેમ્બર છે. આજે મારા માટે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે કારણકે મારી જિંદગીમાં એક એવી યુવતી છે, જેને હું છેલ્લા 2 વર્ષથી જાણુ છુ. આ ઘરમાં આવ્યા બાદ મને સંબંધોનુ મહત્વ જાણવા મળ્યુ. જ્યારે અહીં કોઈ સાથે ઝઘડો થતો, હું અંદર જતો અને એકલવાયુ અનુભવતો હતો, ત્યારે મને તેની બહુ યાદ આવી.' રાહુલ આગળ કહે છે, 'એ છોકરીનુ નામ છે દિશા પરમાર. આજે એનો બર્થડે છે. મે તેના માટે એક ટીશર્ટ પર તેનુ નામ લખ્યુ છે. વચમાં લવ અને હેપ્પી બર્થડે. દિશા મને લાગે છે કે તુ આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે. મને સમજાતુ નથી કે મને આટલો સમય કેમ લાગ્યો તને એ કહેવામાં કે...'

ઢિંચણિયે બેસીને રાહુલે કર્યુ પ્રપોઝ

ઢિંચણિયે બેસીને રાહુલે કર્યુ પ્રપોઝ

ત્યારબાદ રાહુલ પોતાના ઢિંચણે બેસી જાય છે અને હાથમાં રિંગ લઈને કેમેરા સામે કહે છે, 'શું તુ મારી સાથે લગ્ન કરીશ? હું તારા જવાબની રાહ જોઈશ.' તમને જણાવી દઈએ કે રાહુલે પોતાના ટીશર્ટ પાછળ 'મેરી મી?' લખ્યુ હતુ. રાહુલની પ્રપોઝલ જોઈને તેના ફેન્સ ઘણા ખુશ છે અને તેના પ્રેમના ઈઝહારની આ રીત પણ લોકોને ખૂબ જ ગમી રહી છે.

દિશાને આ શોથી મળી લોકપ્રિયતા

દિશાને આ શોથી મળી લોકપ્રિયતા

વળી, દિશા પરમારની વાત કરીએ તો તે એક અભિનેત્રી અને મૉડલ છે. તેણે સ્ટાર પ્લસના શો પ્યાર કા દર્દ હે, મીઠા મીઠા પ્યારા પ્યારામાં લીડ ભૂમિકા નિભાવી હતી. શોમાં તેની ભૂમિકાનુ નામ પંખુડી હતુ. આ શોથી તેને ખૂબ લોકપ્રિયતા મળી અને તે ઘર ઘરમાં ઓળખાવા લાગી. આજે પણ દિશા પરમારને તેના શો માટે યાદ કરવામાં આવે છે. આ શો ઉપરાંત દિશાએ વો અપના સા શોમાં પણ કામ કર્યુ છે. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર ઘણી વાર રાહુલ સાથે પોતાના ફોટા શેર કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X