કૃષ્ણાનો ચોંકાવનારો ખુલાસો, કપિલ દારૂ પીવે છે પરંતુ ડ્રગ્સ...

Posted By:
Subscribe to Oneindia News

કપિલ શર્માના સપોર્ટમાં પહેલા ખાલી તેમના મિત્રો જ સાથ આપી રહ્યા હતા. પરંતુ હવે આ લડાઈમાં કપિલના દુશ્મન કહેવામાં આવેલા કૃષ્ણા અભિષેક પણ આવી ગયા છે. કૃષ્ણા અભિષેક ઘ્વારા કપિલ શર્માના ગાળો ભરેલા ટવિટ અને તેમની ખરાબ હાલતને લઈને એક સમાચાર સાથે વાતચીત દરમિયાન કેટલાક ખુલાસા કરવામાં આવ્યા.

krushna abhishek

કૃષ્ણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પ્રીતિ સાથે ડ્રામા કંપનીમાં કામ કર્યું છે. પરંતુ તેમને ક્યારેય પણ કપિલ માટે ખરાબ નથી કહ્યું. ઘણીવાર મેં જોક્સમાં કપિલનું નામ ઉપયોગ કરવાની કોશિશ કરી ત્યારે પ્રીતિ એ મને રોકી દીધો હતો. હવે રહી વાત કપિલની તો તેમની ફિલ્મ ફ્લોપ થઇ ચુકી છે. તેમનો નવો શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા કંઈક ખાસ નથી ચાલી રહ્યો. કપિલના પૈસા ડૂબી ગયા છે. મને કપિલ માટે ખરાબ લાગી રહ્યું છે. તેમને માફ કરી દેવો જોઈએ.

તેમને આગળ કહ્યું કે કપિલ દારૂ ચોક્કસ પી રહ્યા છે પરંતુ તેઓ ડ્રગ્સ નથી લઇ રહ્યા. કપિલ ડિપ્રેશનમાં છે. જે વ્યક્તિ પહેલાથી જ આટલી પરેશાનીમાં હોય તો તેના વિશે નેગેટિવ ખબર લખીને તેની મુશ્કેલી વધારવી જોઈએ નહીં. કપિલ ખરાબ વ્યક્તિ નથી. અમે બધા જ તેમને પ્રેમ કરીયે છે.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીના ટોપ કોમેડિયન વિશે વાત કરવામાં આવે તો કપિલ સાથે કૃષ્ણા પણ આવે છે. બંનેએ પોતાની મહેનત ઘ્વારા એક આગવી ઓળખ બનાવી છે.

English summary
Krushna Abhishek shocking revelation about Kapil sharma, He said I’m feeling bad for him now. People should just forgive him and let him be. Yes, he consumes alcohol.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.