Latest TRP : જોધા અકબર No 1, કપિલના હાસ્ય સામે ઝાંખો પડ્યો દીયા-બાતીનો પ્રકાશ
મુંબઈ, 5 સપ્ટેમ્બર વર્ષ 2014ના 35મા અઠવાડિયાની ટીએએમ-ટીઆરપી રેટિંગ્સ રિલીઝ થઈ ગઈ છે અને ગત વખતની ટૉપ 10 યાદી લગભગ જળવાઈ રહી છે. જોધા અકબરે છલાંગ લગાવી પહેલુ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, જ્યારે કુમકુમ ભાગ્ય અને સાથ નિભાના સાથિયા ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. કૉમેડી નાઇટ્સ વિથ કપિલનું ટીઆરપી રેટિંગ સુધર્યુ છે અને તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. માઠા સમાચાર છે સ્ટાર પ્લસના લોકપ્રિય શો દીયા ઔર બાતી હમ માટે, કારણ કે આ શો એક ડગલુ નીચે ખસકી પાંચમા સ્થાને ફસકી પડ્યો છે.
ગત અઠવાડિયે બીજા સ્થાને રહેલ ઝી ટીવીનો શો જોધા અકબર 8.9 રેટિંગ સાથે પહેલા સ્થાને આવી ગયો છે. જોકે જોધા અકબર માટે આ સ્થાન જાળવી રાખવો ઘણુ કપરૂ છે. બીજી બાજુ કુમકુમ ભાગ્ય 8.1 રેટિંગ સાથે બીજા સ્થાને ચઢ્યો છે. ગત વખતે 8.6 રેટિંગ સાથે તે ત્રીજા સ્થાને હતો. તેવી જ રીતે સાથ નિભાના સાથિયા 7.2 રેટિંગ સાથે ગત અઠવાડિયે 5મા સ્થાને હતો કે જે હવે 7.3 રેટિંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ટૉપ ટીવી શોમાં એકમાત્ર નૉન-ફિક્શન શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ 7.0 રેટિંગ સાથે ચોથા સ્થાને આવી ગયો છે કે જે ગત વખતે 6.5 રેટિંગ સાથે સાતમા સ્થાને હતો. સ્ટાર પ્લસનો લોકપ્રિય શો દીયા ઔર બાતી હમ સતત મુશ્કેલીમાં છે. છેલ્લા ઘણા વખતથી ટોચે બિરાજેલ આ શો ગત અઠવાડિયે 7.3 રેટિંગ સાથે ચોથા સ્થાને હતો, પરંતુ તેની પક્કડ ઢીલી પડતી જાય છે. આ અઠવાડિયે દીયા ઔર બાતી હમ 6.7 રેટિંગ સાથે વધુ એક સીડી નીચે ઉતરી પાંચમા સ્થાને ફસકી પડ્યો છે.
ચાલો આપને બતાવીએ Latest Top 10 Shows :

લેટેસ્ટ ટૉપ 10 શો
વર્ષ 2014ના 35મા અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ આઉટ થઈ ગયું છે અને આ વખતે ઘણી ઉથલ-પાથળ થઈ છે. જોવા માટે આગળ ચાલો...

જોધા અકબર નંબર 1
ઝી ટીવીનો શો જોધા અકબર 8.9 રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે. ગત અઠવાડિયે જોધા અકબર આ જ રેટિંગ સાથે બીજા સ્થાને રહ્યો હતો.

કુમકુમ ભાગ્ય નંબર 2
8.6 ટીઆરપી રેટિંગ સાથે કુમકુમ ભાગ્ય બીજા સ્થાને રહ્યો છે. ગત અઠવાડિયે તે ત્રીજા સ્થાને હતો.

સાથ નિભાના સાથિયા નંબર 3
ગત અઠવાડિયે 7.2 રેટિંગ સાથે પાંચમુ સ્થાન મેળવનાર સાથ નિભાના સાથિયા આ અઠવાડિયે 7.3 રેટિંગ સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે.

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ નંબર 4
કપિલ શર્માનો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ 7.0 ટીઆરપી રેટિંગ સાથે મોટી છલાંગ મારી ચોથા સ્થાને આવી ગયો છે. ગત અઠવાડિયે આ શો 6.5 રેટિંગ સાથે સાતમી પૉઝિશને હતો.

દીયા ઔર બાતી હમ નંબર 5
સ્ટાર પ્લસનો સતત પહેલા સ્થાને રહેતો દીયા ઔર બાતી હમ શો ટીઆરપી રેટિંગની રેસમાં સતત બીજા અઠવાડિયે પાછળ પડી ગયો છે. આ શો ગત અઠવાડિયે 7.3 રેટિંગ સાથે ચોથા સ્થાને હતો, પરંતુ આ અઠવાડિયે તેની હાલત વધુ બગડી છે અને તે 6.7 રેટિંગ સાથે પાંચમા સ્થાને ગબડી પડ્યો છે.

જમાઈ રાજા નંબર 6
ગત અઠવાડિયે 6.7 ટીઆરપી રેટિંગ સાથે જમાઈ રાજાનો ટૉપ 10ની યાદીમાં 6ઠા સ્થાન સાથે પ્રવેશ થયો હતો. આ અઠવાડિયે તેનુ રેટિંગ થોડુક ઘટી 6.6 થયું છે, પરંતુ તેણે છઠુ સ્થાન જાળવી રાખ્યુ છે.

કુબૂલ હૈ નંબર 7
ગત અઠવાડિયે 6.2 રેટિંગ સાથે 9મા સ્થાને રહેલ કુબૂલ હૈ શો 6.2 જ રેટિંગ સાથે 7મા સ્થાને આવી ગયો છે.

સસુરાલ સિમર કા નંબર 8
સસુરાલ સિમર કા શોએ પણ ટૉપ 10 યાદીમાં સ્થાન જાળવી રાખ્યુ છે. ગત અઠવાડિયે 6.1 ટીઆરપી રેટિંગ દસમા સ્થાને રહેલ આ શો આ વખતે 6.0 રેટિંગ સાથે 8મા સ્થાને આવી ગયો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નંબર 9
ઘણા સમય બાદ સબ ટીવીનો લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ગત અઠવાડિયે ટૉપ 10 યાદીમાં પ્રવેશ થયો છતો. આ શોએ ટૉપ 10 યાદીમાં સ્થાન જાળવી રાખ્યુ છે, પરંતુ 5.9 રેટિંગ સાથે તેને 9મુ સ્થાન મળ્યુ છે. ગત અઠવાડિયે આ શો 6.2 ટીઆરપી રેટિંગ સાથે આ 8મા સ્થાને હતો.

યે હૈ મોહબ્બતેં નંબર 10
ગત અઠવાડિયે ટૉપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયેલ યે હૈ મોહબ્બતેં શોએ 5.3 રેટિંગ સાથે પુનઃ પ્રવેશ મેળવ્યો છે. જોકે તે 10મા સ્થાને રહ્યો છે.

જુઓ સ્પેશિયલ રિપોર્ટ
સોનમ રોમાંચિત : Oh My God! મને વિશ્વાસ નથી બેસતો કે હું પ્રેમ સાથે રોમાંસ કરુ છું...












Click it and Unblock the Notifications
