મહાભારતના એક્ટર સતીશ કૌલનું કોરોના વાયરનસથી નિધન
મહાભારતના એક્ટર સતીશ કૌલનું કોરોના વાયરનસથી નિધન
ધાર્મિક ટીવી શો મહાભારતના અભિનેતા સતીષ કૌલનું કોરોનાવાયરસના કારણે નિધન થયું છે. મહાભારતના એક્ટર સતીશ કૌલે 73 વર્ષની ઉંમરે શનિવારે (10 એપ્રિલ) લુધિયાણામાં અંતિમ શ્વાસ લીધા. સતીશ કૌલે પૌરાણિક શ્રૃંખલા મહાભારતમાં ભગવાન ઈન્દ્રની ભૂમિકા નિભાવી હતી. સતીષ કૌલના નિધનમાં મહાભારતમાં તેમની સાથે કામ કરનાર તેમના અન્ય સાથી કલાકાર ખુબ દુખી થયા છે. મહાભારતમાં યુદ્ધિષ્ઠિરનો રોલ નિભાવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે સતીષ કૌલના નિધન પર દુખ જતાવ્યું. અભિનેતા ગજેંદ્ર ચૌહાણે કહ્યું કે સતીશ કોલનું નિધન આપણા બધા માટે એક બોધપાઠ છે. તેમણે કહ્યું કે સતીશ કૌલ સાથે અમે જરૂર કામ કર્યું છે પરંતુ પાછલા કેટલાય વર્ષોથી તે ગુમનામીમાં જીવી રહ્યા હતા. તેઓ એક બહુ સરળ સ્વભાવના માણસ હતા.

સતીશ કૌલ વિશે સમાચારથી જ જાણવા મળતું હતુંઃ ગજેન્દ્ર ચૌહાણ
અભિનેતા ગજેંદ્ર ચૌહાણે કહ્યું કે કેટલાય વર્ષોથી સતીશ કૌલ સાથે તેમની વાત નહોતી થઈ. તેમના વિશે અમને સમાચારના માધ્યમથી જ ખબર પડતી હતી. અભિનેતા સતીશ કૌલ પંજાબી ફિલ્મોના સુપરસ્ટાર હતા. તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. કેટલાય જાણીતા એક્ટર અને પ્રોડક્શન સ્ટાફે તેમની સાથે કામ કર્યું. પરંતુ જિંદગીના અંતિમ પડાવમાં તેઓ એકદમ એકલા રહી ગયા. કોરોનાના કારણે તેમનું ચાલ્યું જાવું અમારા બધા માટે મોટી ક્ષતિ છે.

સતીશ કૌલના નિધનથી આપણે બધાએ પાઠ ભણવો જોઈએઃ ગજેંદ્ર ચૌહાણ
ગજેંદ્ર ચૌહાણે કહ્યું કે સતીશ કૌલના નિધનથી આપણે બધાએ પાઠ ભણવાની જરૂરત છે. તેમના દુનિયાથી ચાલ્યા ગયા બાદ હું એટલું જ કહીશ કે તમે તમારી જિંદગીમાં જે કંઈપણ કમાઓ અથવા જે કંઈપણ કામ કરો તમારે તમારા ભવિષ્ય માટે બચત જરૂર કરવી જોઈએ. જે કોઈને કોઈ દિવસ તમને કામ આવે છે. જો તમે સતીશ કૌલની જિંદગીને જુઓ તો તેમની અડધી જિંદગી બહુ શાનદાર લાઈમલાઈટ અને ગ્લેમરમાં પસાર થઈ. પરંતુ ઉંમરના બીજા પડાવમાં તેઓ એકલા રહી ગયા, અંતિમ સમયમાં તેમને રૂપિયાની સમસ્યાનો સામનો થઈ ગયો હતો. પરંતુ તેમણે કોઈપાસેથી મદદ ના લીધી અને ગુમનામીમાં જીવતા રહ્યા.

લૉકડાઉન દરમ્યાન પૈસાની ધિક્કતને કારણે રડ્યા હતા સતીશ કૌલ
પાછલા વર્ષે લૉકડાઉન દરમ્યાન અભિનેતા સતીશ કૌલે એક ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થતા હોવાની વાત મીડિયાને જણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પાયાની જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતા. મીડિયાને નાણાકીય સંકટ વિશે વાત કરતાં તેઓ રડવા લાગ્યા હતા.

બોલ્યા હતા- કાશ કોક મને એક્ટિંગમાં કામ કરવા આપે
પીટીઆઈને આપેલા ઈન્ટર્વ્યૂમાં, દર્શકો તેમને કેવી રીતે ભૂલી ગયા આ મુદ્દા પર વાત કરતા કહ્યું હતું કે, "મારા ફેન્સ મને ભૂલી ગયા હોય તો ઠીક છે. મને ખુબ પ્યાર મળ્યો અને હું આભારી છું. હું હંમેશા દર્શકોનો આભારી રહીશ. કાશ હું મારા રહેવા માટે સારી જગ્યા ખરીદવામાં સક્ષમ હોત. મારામાં હજી પણ અભિનયની આગ જીવિત છે. કાશ કોઈ મને આજે પણ એક ભૂમિકા આપત. કોઈપણ ભૂમિકા, હું કામ કરવા માંગું છું. અભિનય કરવા માટે હું તૈયાર છું."












Click it and Unblock the Notifications
