શેરાવતની શોધ સમાપ્ત : વિજય સિંહે જીત્યો મલ્લિકાનો દિલ!
મુંબઈ, 9 નવેમ્બર : બૉલીવુડના સેક્સી હસીના મલ્લિકા શેરાવતને અંતે તે વ્યક્તિ મળી જ ગઈ કે જે તેમને જીવન ભર બહુ ખુશ રાખશે. હા જી, મલ્લિકા શેરાવતે પોતાના ટેલીવિઝન શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા વડે પોતાના માટે હિમાચલ પ્રદેશના ધર્મશાળા નિવાસી વિજય સિંહની જ પોતાના હમસફર તરીકે પસંદગી કરી છે. જોકે વિજય સિંહ મલ્લિકા કરતાં પૂરા દસ વરસ નાના છે. તેથી તેમના પરિવાર તરફથી કહેવાયું છે કે વિજય હાલ પરણવા લાયક નથી. તેથી મલ્લિકા અને વિજયના લગ્ન અંહે અત્યારથી જ સસ્પેંસ ઉભુ થઈ ગયું છે.

મૂળત્વે ધર્મશાળાના વતની વિજય એક મૉડેલ છે. મલ્લિકાના આ સ્વયંવરમાં 24 વર્ષીય વિજયે લંડનમાં એક રેસ્ટોરંટના માલિક એનઆરઆઈ કરન સાગૂને માત આપી. શોના છેલ્લા એપિસોડમાં આ બૉલીવુડ અભિનેત્રીનો દિલ જીતવા માટે તેમણે વિવિધ કાર્યો કર્યાં. આ એપિસોડમાં કરને તેરી ઝુકી નજર... ઉપર પ્રસ્તુતિ આપી, જ્યારે વિજયે તેરે નૈના... ઉપર રોમાંસપૂર્ણ પ્રસ્તુતિ આપી.
વિજયને શોના વિજેતા જાહેર કરાયા બાદ મલ્લિકા શેરાવત બોલ્યાં - હું વિજયને માત્ર કૅમેરા સામે જાણી શકી, પણ હવે તેમને કૅમેરા વગર જાણવા માંગુ છું. શોના સમાપન પ્રસંગે આ અભિનેત્રીએ પરમ્પરાગત લિબાસ પહેર્યો હતો. ફૅશન ડિઝાઇનર અંકિતા ડોગરે દ્વારા તૈયાર કરાયેલ જાંબલી લહેંગા-ચોળીમાં મલ્લિકા શેરાવત ખૂબ જ આકર્ષક લાગતા હતાં.












Click it and Unblock the Notifications
