
Bigg Boss 8 : પુનીતનું કમબૅક, પણ મિનીષા લાંબા Out, જુઓ તસવીરો
મુંબઈ, 3 નવેમ્બર : બિગ બૉસ 8ના ઘરમાંથી શનિવારે મિનીષા લાંબા અને પુનીત ઇસ્સારને બહાર કરી દેવામાં આવ્યાં. સલમાન ખાને એક નવું ટ્વિસ્ટ લાવતા મિનીષા અને પુનીત બંનેને ઘરમાંથી બહાર બોલાવ્યાં, પણ તેમને સીધા સીક્રેટ રૂમમાં મોકલી દેવામાં આવ્યાં. ત્યાં બેસીને આ બંનેએ પોતાના બહાર આવ્યા બાદ ઘરના લોકોના રિએક્શન અને તેમની વાતો સાંભળી. રવિવારે મિનીષને ઘરમાંથી બહાર બોલાવી લેવામાં આવી, જ્યારે પુનીતને ફરીથી ઘરમાં મોકલી અપાયાં.
સલમાન ખાને હંમેશ મુજબ શનિવાર અને રવિવારે સૌ ઘરવાળાઓની ક્લાસ લીધી. રવિવારના એપિસોડમાં કિલ દિલ ફિલ્મના પ્રમોશન માટે પરિણીતી ચોપરા, રણવીર સિંહ, ગોવિંદા અને અલી ઝફર પણ બિગ બૉસના સ્પર્ધકો સાથે મસ્તી-ધમાલ કરતા દેખાયાં. આ મસ્તી દરમિયાન પરિણીતીએ અલીને બહુ હેરાન કર્યો. અહીં સુધી કે અલીની આંખોએ આંસૂ નિકળી ગયાં.
ચાલો જોઇે રવિવારના એપિસોડનું ઘટનાક્રમ :

કિલ દિલનું પ્રમોશન
પરિણીતી ચોપરા, રણવીર સિંહ, ગોવિંદા અને અલી ઝફર પોતાની ફિલ્મ કિલ દિલના પ્રમોશન માટે બિગ બૉસના ઘરમાં આવ્યાં. સૌએ સ્પર્ધકો સાથે ખૂબ ધમાલ મસ્તી કરી. પરિણીતીએ અલી સાથે ડાન્સ પણ કર્યો.

પરિણીતી-અલી વચ્ચે દલીલ
ડાન્સ દરમિયાન જ પરિણીતીએ અલીને કહ્યું કે તેઓ તેમને વિચિત્ર રીતે સ્પર્શતા હતાં કે જે ખોટું છે. તેમણે ધ્યાન રાખવું જોઇએ.

ઘરના લોકો નારાજ
જ્યારે પરિણીતી અલી સાથે વાત કરતા હતાં, ત્યારે ઘરવાળા પણ જોડાયાં. અલીએ જ્યારે સૌને આ વાત જણાવી, તો સૌ નારાજ થયાં અને સૌએ કહ્યું કે જો અલીએ આવુ કર્યું છે, તો તે ખોટું છે.

પરિણીતીની મજાક, અલીના આંસુ
પરિણીતી જ્યારે ગુસ્સામાં બહાર નિકળ્યાં, તો સલમાને પણ પરત જઈ અલીને બહુ હેરાન કર્યો, પણ પછી પરિણીતીએ કહ્યું કે તેઓ તો મજાક કરતા હતાં. અલીની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

મનીષા આઉટ
મિનીષા લાંબાને સીક્રેટ રૂમમાંથી સીધા જ આઉટ કરી દેવામાં આવ્યા, જ્યારે પુનીતને ઘરની અંદર પરત મોકલાયાં.

ગૌતમ ખુશ
પુનીત પરત ફરતા ગૌતમ ગુલાટી ખૂબ જ ખુશ થયાં.

મિનીષા દુઃખી
બિગ બૉસમાંથી આઉટ કરી દેવાતાં મિનીષા દુઃખી થઈ ગયાં.

મિનીષાની જર્ની
મિનીષાની બિગ બૉસની સફર રસપ્રદ રહી, પણ તેઓ વ્યૂઅર્સનો દિલ જીતવામાં નિષ્ફળ નિવડ્યાં.

વીકેન્ડ કા વાર
શનિવારના એપિસોડમાં મિનીષા-પુનીતને એલિમિનેટેડ જાહેર કરાયાં, પણ બહાર માત્ર મિનીષાને કરાયાં, પુનીતને નહીં.

મિનીષાએ માહિતી આપી
મિનીષાએ માહિતી આપી કે એકમાત્ર હું જ આજે રાત્રે ઘરમાંથી બહાર થઈ રહી છું.

મોસ્ટ સાયલંટ
બિગ બૉસના સ્પર્ધકોમાં મિનીષા લાંબા સાયલંટ સ્પર્ધક હતાં અને આઇડિયલ સ્પર્ધક હતાં, પરંતુ તેઓ શોના ફૉર્મૂલાના જાળવી રાખવામાં નિષ્ફળ નિવડ્યાં.

ગેમ ફિક્સિંગ
મિનીષા અને આર્ય બબ્બરે પોતાની જાતને બિટ ઑફ ઍ પિકલમાં પામ્યાં કે જ્યારે મિનીષાએ જાહેરાત કરી કે શો શરૂ થતા પહેલા જ તેઓ કેટલીક ગેમ ફિક્સિંગનો ભોગ બન્યા છે.

ટાસ્ક
મિનીષા તમામ ટાસ્ક્સમાં એક્ટિવ હતાં.

માઇંડ ગેમ
મિનીષાએ માન્યું કે આ એક માઇંડ ગેમ હતી અને તેઓ સમજી ન શક્યાં કે તેને કઈ રીતે રમવી જોઇએ.

માત્ર એકની વાપસી
પુનીત-મિનીષા બંનેને બહાર કરવામાં આવ્યાં, પરંતુ માત્ર પુનીતની જ વાપસી થઈ અને મિનીષા બહાર થઈ ગયાં.