For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધન્ય છે દેવોના દેવનો... ‘નાના પડદે મહિલાઓની બોલબાલા’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 મે : ટેલીવિઝન એટલે કે નાના પડદા ઉપર મહિલાઓની બોલબાલા છે. કોઈ પણ સીરિયલ કે શો જુઓ, તેમાં મહિલાઓ જ સૌથી વધુ દેખાય છે. આવી પરિસ્થિતિમાં નાના પડદે પુરુષ કલાકારોએ સંઘર્ષ કરવો એમ પડે છે.

mohitraina

જો જો એવું અમે નથી કહેતાં. એમ કહે છે દેવોના દેવ મહાદેવ એટલે કે આપણાં મોહિત રૈના. મોહિત માને છે કે ટેલીવિઝન ઉપર મહિલાઓની બોલબાલા છે અને તેવામાં પુરુષ કલાકારો માટે કેન્દ્રીય ભૂમિકા હાસલ કરવી મુશ્કેલ છે. મોહિત રૈના પોતાની જાતને ભાગ્યશાળી ગણે છે કે તેઓ દેવોં કા દેવ મહાદેવ સીરિયલમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યાં છે.

મોહિત રૈનાએ જણાવ્યું - ટેલીવિઝન જગતમાં મહિલાઓની બોલબાલા છે. આપને કેન્દ્રીય ભૂમિકાઓ નથી મળતી. અહીં ભગવાનની વાર્તા છે કે જે સતત ચાલુ છે. તેમાં મારી જીવન ચરિત્ર કરતાં મોટી ભૂમિકા છે અને આ મંચ પણ બહુ મોટું છે.

તેમણે જણાવ્યું - એક અભિનેતા હોવાના નાતે ટેલીવિઝન ઉપર આપની સમક્ષ વધુ વિકલ્પો નથી. હું ભાગ્યશાળી છું કે મને આ ભૂમિકા મળી. શોમાં મેં 25-30 પાત્રો ભજવ્યાં છે. આપ ભાગ્યશાળી હોવ, તો જ આપને આટલાં બધા પાત્ર કરવાં મળે.

English summary
Mohit Raina describes television as a female dominated space and says it is difficult for male artists to get central roles. He considers himself lucky to play the lead role of Lord Shiva in "Devon ka Dev... Mahadev".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X